________________
કર્મનો સિદ્ધાંત
૨૦. અબુધ અને અભાન દશામાં કરેલાં કર્મ :
બાલ્યાવસ્થામાં કરેલાં કર્મો અને અભાન અવસ્થામાં, ગાંડપણમાં, દારૂ પીધેલી અગર કેફી અવસ્થામાં કરેલાં કર્મમાં રાગદ્વેષની પ્રેરણા હોતી નથી તેથી રાગદ્વેષથી પ્રેરાયા સિવાયનાં કર્મો સંચિત કર્મમાં જમા થતાં નથી. કોઈ નાનું બાળક અગ્નિમાં હાથ નાંખે તો તે દાઝે અને કર્મ તાત્કાલિક ફળ આપે. પરંતુ તે જ કર્મ પાછું ફરીથી સંચિતમાં જમા થઈને બીજી વખત ફળ આપવા ઊભું રહે
નહિ.
- ત્રણ વરસનો નાનો બાળક રમત કરવા ખાટલામાં કૂદતો હોય અને તે જ ખાટલામાં સૂતેલા એક ત્રણ માસના બાળકના ગળા ઉપર પગ આવી જતાં તે ત્રણ માસનું બાળક મરી જાય, તો તેના માટે પેલા ત્રણ વરસના બાળક ઉપર ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨ મુજબ ખૂનનો કેસ ચાલે નહિ, કારણ કે તે કર્મમાં રાગદ્વેષ હોતો નથી. તે પ્રકારે તે કર્મ સંચિતમાં પણ જમા થતું નથી. સગીર ઉંમરના બાળકે વેચાણ દસ્તાવેજ જેવું કાંઈ કર્યું હોય તો તે કોર્ટ માન્ય રાખતી નથી.
સગીર ઉંમરના બાળકને મતદાનનો પણ અધિકાર નથી. તેવી જ રીતે કેફી અવસ્થામાં, અભાન અવસ્થામાં, ગાંડપણમાં પણ નઠારી ગાળો બોલે અગર બખેડો કરે, તો તેની વિરુદ્ધ ઇ.પી. કોડની કલમ ૩૨૩, ૫૦૪ મુજબ કોર્ટમાં કેસ ચાલે નહિ. બહુ બહુ તો લોકો ભેગાં થઈને તેને બરાબર ટીપે, મૂડી કાઢે અને તે રીતે તેને તેનાં કર્મનું તાત્કાલિક ફળ મળે અગર તો તેની દયા ખાઈને જતો કરે. પરંતુ આવા માણસનાં કર્મમાં રાગદ્વેષ ન હોવાથી સંચિત કર્મમાં જમા થતાં નથી. ૨૧. મનુષ્યતર યોનિમાં કરેલાં કર્મઃ
મનુષ્યયોનિ સિવાયની બીજી યોનિઓમાં કરેલાં કર્મ સંચિત કર્મમાં જમા થતાં નથી, કારણ કે મનુષ્યયોનિ સિવાયની બીજી તમામ યોનિઓ ભોગ યોનિઓ ગણાય છે. આવી મનુષ્યતર યોનિમાં માત્ર પૂર્વસંચિત કર્મો પ્રારબ્ધરૂપે આવીને તે ભોગવીને દેહનો છૂટકારો થાય છે. તેમાં કોઈ નવાં ક્રિયમાણ કર્મો સંચિત થતાં નથી.
ઘોડાં, ગધેડાં, કૂતરાં, બિલાડાં, પશુપક્ષી યોનિઓમાં જીવમાત્ર કુદરતી આવેગ પ્રમાણે વર્તે છે. તેથી તે યોનિઓમાં ફક્ત પ્રારબ્ધ કર્મ ભોગવીને જ રહી જાય છે. તેમાં કરેલાં ક્રિયમાણ કર્મ તાત્કાલિક ફળ આપે છે. પછી તે સંચિતમાં જમા થતું નથી. ગધેડું કોઈને લાત મારે તો તે તાત્કાલિક બે ડફણાં ખાય પછી, તે કર્મ સંચિતમાં જમા થવાનું રહે નહિ. કૂતરું કોઈ માણસને કરડે તેથી તે માણસને હડકવા લાગે અને મરી જાય અથવા સાપ કોઈને કરડે અને તેથી તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org