________________
કર્મનો સિદ્ધાંત પણ ઓછું અગર વધતું વિધાતા તેના લેખમાં લખી શકે જ નહિ. તમારા પ્રારબ્ધમાં જેટલા પૈસા પેદા કરવાના નિર્માણ થયા હોય તેનાથી એક પણ પાઈ તમને વધારે કે ઓછી ના મળે. આડાઅવળા ગોટાળા કરીને વધારે પૈસા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો તો ઉપરથી નવા ખોટા ઊભા કરેલ ક્રિયમાણ કર્મમાં ફસાઈ પડો. એક સંસ્કૃત કવિ બંગ ભાષામાં લખે છે કે
મા ધાવ મા ધાવ વિનૈવ દ્રવ્ય ન ધાવનમ્ સાધનમતિ લખ્યાઃ | ચતું ધાવને કારણમસ્તિ લખ્યાઃ શ્વા ધાવમાનોડપિ લભત લક્ષ્મીમ્
પૈસા માટે ખોટી નાસનાસ ન કરો. કારણ કે ખોટી નારંવાસ કરવાથી પૈસા આવતા નથી. જે ખોટી નારંવાસ કરવાથી પૈસા આવતા હોય તો કૂતરું આખો દિવસ ગામમાં એક ફળિયામાંથી બીજા ફળિયામાં નાસના કરે છે, અને જરા પણ જંપીને બેસતું નથી. છતાં હજુ સુધી એકેય કૂતરું પૈસાદાર થયું નથી. કહેવાનો ભાવાર્થ એ કે તમારા પોતાના જ કરેલા ક્રિયમાણ કર્મ પ્રમાણે જ તમારું પ્રારબ્ધ જન્મતાંની સાથે જ નિર્માણ થઈ ચૂક્યું છે અને માટે જ તેથી વિશેષ તમે કોટી ઉપાય કરો તો પણ તમને મળવાનું નથી જ. ૧૨. તો પછી માણસે પુરુષાર્થ ન કરવો ?
કર્મના કાયદામાં પુરુષાર્થનો અર્થ બરાબર સમજ્યા વગર કેટલાક ચુસ્ત પ્રારબ્ધવાદીઓ એમ જ માને છે કે માણસે કાંઈ પણ પુરુષાર્થ કરવાની જરૂર નથી. પ્રારબ્ધમાં જે હશે તે મળશે. પરીક્ષામાં પાસ થવાનું પ્રારબ્ધ હશે તો પાસ થઈશું. નહિ તો ગમે તેટલી મહેનત કરીશું તો પણ નાપાસ થવાનું પ્રારબ્ધમાં હશે તો નાપાસ જ થવાશે, માટે વાંચવાની તકલીફ નાહક લેવી નહિ, એવી ગેરસમજ સાથે કેટલાક પ્રારબ્ધવાદી વિદ્યાર્થીઓ ભગવાન ઉપર છોડી દે છે. એક વિદ્યાર્થી પાકો પ્રારબ્ધવાદી સંસ્કૃતનો અભ્યાસ કરે પણ સંસ્કૃત બોલતાં આવડે નહિ એટલે ભાંગીતૂટી સંસ્કૃત ભાષામાં કહેવા લાગ્યો કે -
ભણતત્રં સી બી મરતવ્ય અને નહિ ભણતત્રં સો બી મરાવ્યું તો પછી કાયક માથાકૂટ કરતવ્ય...!
આવા ગાંડા પ્રારબ્ધવાદીઓ પુરુષાર્થનો અર્થ સમજ્યા જ નથી. પ્રારબ્ધમાં હોય તો જ મળે તે વાત બિલકુલ સાચી છે. પરંતુ પ્રારબ્ધ કયાં લડાવવું અને પુરુષાર્થ કયાં કરવો તેનો વિવેક માણસે બરાબર સમજી લેવો જોઈએ. નોકરી મળવી એ પ્રારબ્ધ છે, પણ નોકરી નેકીથી ટકાવી રાખવી તેમાં પુરુષાર્થ છે. બંગલો મળવો તે પ્રારબ્ધ છે, પણ સાચવી જાણવો તે પુરુષાર્થ છે. પૈસા મળવા તે પ્રારબ્ધ છે, પણ તેનો કેવી રીતે સદ્ધપયોગ કરવો તે પુરુષાર્થ છે. દીકરો મળવા તે પ્રારબ્ધ છે પરંતુ દીકરાઓને સારી કેળવણી આપવી એ પુરુષાર્થ છે. પ્રારબ્ધમાં હોય તેવી જ નોકરી મળે, તેટલા પૈસા મળે અને તેવાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org