________________
૨૦
કર્મનો સિદ્ધાંત રૂપિયા આપે. રજોગુણી ડૉક્ટર સાથે ... cરીને દસ રૂપિયા આપે અને તમોગુણી ડૉક્ટરને જીવ કચવાવીને દશ રૂપિયા આપે.
સત્ત્વગુણી, રજોગુણી અને તમોગુણી માલ ખરીદવા જાઓ. તેમાં પણ આવું જ બને. તમે ઘી ખરીદવા જાઓ તો ઘીનો (સત્ત્વગુણી પદાર્થનો) વેપારી કહે કે ભાઈ, ઘી બરાબર ચાખી જુઓ, સૂંઘી જુઓ, પસંદ પડે તો લો અને ઘી લઈને ઘેર ગયા પછી થોડું વાપર્યા પછી પણ પસંદ ના પડે તો વધેલું ઘી પાછું આપી જજો અને પૈસા લઈ જજે.
રજોગુણી ચીજ ખરીદવા જાવ-રેડિયો, કોકરી, ટ્યૂબલાઇટ, ઇલેક્ટ્રિકનો સામાન વગેરે રજોગુણી ભૌતિક સુખનાં સાધનો ખરીદો તો વેપારી તેના બિલમાં છાપીને જ આપે કે માલ એક વખત લઈને દુકાનનાં પગથિયાં ઊતરીને ઘેર ગયા પછી માલમાં કાંઈ ભાંગફોડ અગર ખરાબ નીકળશે તો માલ પાછો લેવામાં આવશે નહિ અને પૈસા પણ પાછા મળશે નહિ.
તમોગુણી ચીજ લેવા જાઓ તો તેના વેપારી પહેલાં પૈસા લીધા સિવાય માલ બતાવે જ નહિ. સિનેમાવાળો એમ કહે કે ટિકિટબારીએથી રોકડા પૈસા આપીને ટિકિટો લો. પછી સિનેમામાં બેઠા પછી તમોને પસંદ પડે તો જુઓ નહિ તો ચાલતી પકડો. પૈસા તો પહેલાં જ પડાવી લે. વૈદ્ય, વેશ્યા અને વકીલ પહેલાં પૈસા હાથમાં ના આવે ત્યાં સુધી તમારી સાથે વાત જ ના કરે. પહેલો પૈસા ધરી દો પછી જ તમારા સામું જુએ. ૧૧. પ્રારબ્ધમાં હોય તેટલું જ મળે
જે ક્રિયમાણ કર્મ જેટલાં કરો અને જેવી રીતે કરો તેટલું જ અને તેવી રીતનું પ્રારબ્ધ નિર્માણ થાય અને તેટલું જ પ્રારબ્ધ ફળ મળે, તેથી જરા પણ ઓછું કે વધુ મળે નહિ. જન્મ લેતી વખતે જેટલું સંચિત કર્મ પાકીને ફળ આપવા પ્રારબ્ધ બન્યું હોય તેટલું જ પ્રારબ્ધ કર્મ ભોગવવાને અનુરૂપ દેહ મળે અને માતા-પિતા, સ્ત્રી-પુત્રાદિક પણ તેટલું જ પ્રારબ્ધ ભોગવવાને અનુરૂપ પ્રાપ્ત થાય. તમારા પ્રારબ્ધ પ્રમાણેના જ માતા-પિતાની કૂખે તમારો જન્મ થાય અને તમારા પ્રારબ્ધને અનુરૂપ જ સગવડો તમને તે માતા-પિતાના ઘરમાં પ્રાપ્ત થાય. કયાં માતા-પિતાને ત્યાં જન્મ લેવો છે તેની પસંદગી આપણે પોતે કરવાની હોતી નથી. આપણે તો બિરલા શેઠને ત્યાં જ જન્મ લેવાનું પસંદ કરીએ કે જ્યાં જન્મ લેતાંની સાથે જ પચ્ચીસ બંગલા અને પાંચ-પચ્ચીસ મોટરોના માલિક થઈ જઈએ. પરંતુ એવાં માતા-પિતા કે સ્ત્રી-પુત્રાદિકની પસંદગી આપણે કરવાની હોતી નથી. આ બધાં ઋણાનુબંધો તમારા પ્રારબ્ધવશાત્ જ આ જીવનકાળ દરમિયાન તમને આવી મળે.
રણ રે સંબંધે આવી મળે, સુત વિત્ત દારા ને દેહ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org