________________
સ્વ. વિનુભાઈ અંબાલાલ શાહ (ગુંજાલાવાળા) પ્રથમ માસિક પુણ્યતિથિએ શ્રધ્ધાંજલી
ક: દ
y
જન્મ તા. : ૦૧-૦૫-૧૯૩૦
સ્વર્ગારોહણ: ૨૯-૦૪-૨૦૦૩
, * *
આપણા જીવનમાં ઘણીવાર દુ:ખની એવી ક્ષણ આવી જાય છે કે ભગવાન ઉપરથી ભરોસો ઉઠી જાય છે અને બધા જ દુ:ખો માટે ભગવાન જ જવાબદાર છે એમ મન માનતું થઈ જાય છે ત્યારે આસ્તિકતામાં ઓટ આવવા લાગે છે, મન વિહવળ બની જાય છે, કંઈપણ સૂઝતું નથી... આ મનોસ્થિતિ સામાન્ય માણસની પ્રકૃતિનો સ્વભાવ દર્શાવે છે. આ પુસ્તક આવી જ... અને આનાથી પણ કંઈક વિશેષ નકારાત્મક અભિગમવાળી મનોસ્થિતિ જેવા અંધારા ઓરડામાં દીવડો બની રહેશે એવા આત્મવિશ્વાસ સાથે આપને નમ્રપણે અર્પણ કરું છું.
લગભગ, છેલ્લા પાંચ વર્ષથી અદમ્ય ઈચ્છા હતી કે, આ પુસ્તક હું કોઈપણ રીતે | પ્રસંગે મારા મિત્રવૃંદ | સગા-સ્નેહીઓને વાંચવા માટે પ્રેરું... છેવટે, મારા પિતાનાં દુ:ખદ અવસાને પ્રેરકબળ પૂરું પાડ્યું...
મારા પિતા મારા આદર્શ હતા. એમનું જીવન સાદગીયુક્ત તથા ખુલ્લી કિતાબ જેવું હતું. અમારી સમજણશક્તિ તથા યાદશક્તિ મુજબ તેમણે કદિપણ કટુવ્યવહાર કર્યો નહોતો. હંમેશા યથાશક્તિ મદદ જ કરી હતી. તેમ છતાં
જ્યારે ૧૮, એપ્રિલ, ૨૦૦૩ ની રાત્રે તેમને શ્વાસની તકલીફ થવાથી “લાઈફ કેર ઈમરજન્સી સેન્ટર' માં દાખલ કર્યા અને પરિક્ષણો બાદ “સેપ્ટિસીમીયા” નિદાન થવાથી સારવાર દરમિયાન ૧૨ દિવસ સુધી તેમણે જે વેદના સહન કરી છે એ જોવું અમારા માટે અસહ્યું હતું, છેવટે અમે મહારાજ સાહેબને વાત કરી અને તેઓએ અમને જણાવ્યું કે જે વેદના કર્માધીન છે તે અવશ્ય ભોગવવીજ પડે છે પરંતુ, તેમનાં નિમીત્તે જે “વેદનીય કર્મ નિવારણ પૂજા” ભણાવશો તો વિનુભાઈ વેદના શાતાપૂર્વક ભોગવશે. અને બન્યું પણ એવું જ કે, અમે તા. ૨૯ એપ્રિલ, ૨૦૦૩ મંગળવારે સવારે “કિર્તીધામ” મુકામે પૂજા ભણાવી અને સાંજે એમના વેદનીય કર્મોનો ક્ષય થવાથી આત્માએ દેહનો ત્યાગ કર્યો.
કહેવાય છે કે માનવી કર્મો સિવાય બીજું કંઈપણ પોતાની સાથે લઈ જતો નથી અને જાણતા કે અજાણતા કરેલા કર્મો કોઇને પણ છોડતા નથી. એક નહીં પણ અનેક ભવોનાં સંચિત કર્મોની શય્યા ઉપર પોઢેલા આપણે “જાગ્યા ત્યાંથી સવાર” ગણીને આ પુસ્તકને અપનાવીશું તો આપણા સહુનું જીવન અંજલિ થશે જ...
- કલ્પેશ વિનુભાઈ શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org