________________
કર્મનો સિદ્ધાંત
૧૧ જાળ એક વૃક્ષ ઉપર નાખી. તેમાંથી બચવા કેટલાંક પક્ષીઓ ઊડી ગયાં. પરંતુ તે સળગતી જાળની ગરમીથી તેઓ આંધળાં થઈ ગયાં અને બાકીનાં ૧૦૦ નાનાં પક્ષીઓ બળીને ખાખ થઈ ગયાં. આ ક્રિયમાણ કર્મ ૫૦ જન્મ સુધી સંચિત કર્મમાં પાક્યા વગર પડી રહ્યું અને જ્યારે રાજાનાં બીજાં સઘળાં પુણ્યના પરિણામે તેને આ જન્મમાં ૧૦૦ પુત્ર પ્રાપ્ત થયા ત્યારે તે સંચિત કર્મ ફળ આપવા તત્પર થયું. તેથી તેને આ જીવનમાં અંધાપો આવ્યો અને તેના ૧૦૦ પુત્રો પણ મર્યા. ૫૦ જન્મ પછી પણ તેના ક્રિયમાણ કર્મે તેનો છાલ છોડ્યો નહિ. ૧૦૦ પુત્રો પ્રાપ્ત થાય તેટલું પુણ્ય પેદા થાય ત્યાં સુધી તે કર્મ રાહ જોઈને બેસી રહ્યું. સંચિત કર્મમાં જમા પડી રહ્યું અને બરાબર લાગ આવ્યો તે વખતે તત્કાલ જરા પણ વિલંબ વગર ફળ આપીને શાંત થયું. ખુદા કે ઘર અંધેર નહિ હૈ ઔર દેર ભી નહિ હૈ.
કોઈ એક માણસની પાસેથી તમે પાંચસો રૂપિયા માંગતા હો, તે તમને ના આપે તો તમે દીવાની કોર્ટમાં દાવો કરો. કોર્ટ તેની સામે રૂપિયા ૫૦૦ વસૂલ કરવાનું હુકમનામું કરી આપે અને બેલિફ વૉરંટ બજાવવા જાય, તેમ છતાં કરજદાર પાસે બિલકુલ પૈસા હોય જ નહિ, તો બેલિફ હુકમનામાનું વોરંટ બજાવીને વસૂલાત શામાંથી કરી શકે ? થોડાં વર્ષ પછી પેલો કરજદાર કાંઈક બીજા ધંધા કરીને હજારેક રૂપિયા કમાઈ લે કે તુરત બેલીફ હુકમનામાનું વૉટ બજાવીને તેની પાસેથી પાંચસો રૂપિયા વસૂલ કરી જ લે, છોડે નહિ. બસ, એ જ રીતે ક્રિયમાણ કમનું ફળ કદાચ તાત્કાલિક ન અપાવી શકાય તો તેવાં કર્મ સંચિત કર્મમાં જમા પડી રહે અને ભવિષ્યમાં જ્યારે બરાબર લાગ આવે તે વખતે તે પાકે અને ફળ અપાવીને જ શાંત થાય.
આ પ્રમાણે ક્રિયમાણ કર્મ જે ફળ આપીને શાંત થયા નથી તે સંચિત કર્મ કહેવાય. ૬. પ્રારબ્ધ કર્મ :
સંચિત કર્મ પાકીને ફળ આપવાને તૈયાર થાય તેને “પ્રારબ્ધ કર્મ કહેવાય.
અનાદિકાળથી જન્મજન્માંતરનાં સંચિત કર્મોના અસંખ્ય કરોડો હિમાલયો ભરાય તેટલા ઢગલા જીવની પાછળ જમા થયેલા પડ્યા છે. તેમાંથી જે સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થાય તેવાં પ્રારબ્ધ-કર્મોને ભોગવવાને અનુરૂપ શરીર જીવને પ્રાપ્ત થાય અને તે શરીરકાળ દરમિયાન તે પ્રમાણે પ્રારબ્ધ કર્મ ભોગવ્યા પછી જ દેહ પડે. પ્રારબ્ધકર્મને ભોગવવાને અનુરૂપ દેહ-આરોગ્ય, સ્ત્રી-પુત્રાદિક, સુખ-દુઃખ વગેરે તે જીવનકાળ દરમિયાન જીવને આવી મળે અને તે પ્રારબ્ધકર્મ પૂરેપૂરાં ભોગવ્યા સિવાય દેહનો છુટકારો થાય નહિ.
ઘડપણમાં લકવો થાય અને દસ વરસ સુધી ખાટલામાં પડ્યાં પડ્યાં ગંધાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org