________________
કર્મનો સિદ્ધાંત (હીરાભાઈ ઠક્કરે Theory of Karma – “કર્મનો સિદ્ધાંત'' એ વિષય ઉપર આપેલાં પ્રવચનોનો ટૂંકસાર) ૧. ગહના કર્મણો ગતિઃ
ભગવાન શ્રીકૃષ્ણ સ્વમુખે ગીતામાં કહ્યું છે કે કર્મની ગતિ ગહન છે. શ્રીકૃષ્ણના મિત્ર સુદામાજી કર્મની ગહનતા ગાતાં કહે છે કે :
ગહન દીસે છે કર્મની ગતિ, એક ગુરુના વિદ્યાર્થી, તે થઈ બેઠો પૃથ્વીપતિ, મારા ઘરમાં ખાવા રજ નથી. રમાડતો ગોકુળ માકડાં, ગુરુને ઘેર લાવતો લાકડાં,
તે આજ બેઠો સિંહાસન ચઢી, મારે તુંબડી ને લાકડી. કર્મની ગતિ અટપટી છે. કારણ કે જીવન અટપટું છે. એક માણસ દુઃખી કેમ અને બીજો સુખી કેમ? વધારે આશ્ચર્ય તો એ દેખાય છે કે હરામખોર, લુચ્ચાઓ, કાળાબજારિયાઓ, લાંચ લેનારાઓ સુખી દેખાય છે ! તેમની પાસે બંગલા, મોટરો, રેડિયો, લાખો રૂપિયા છે; જ્યારે ન્યાય, નીતિ, ધર્મથી પવિત્ર જીવન જીવનાર લોકો દુઃખી દેખાય છે. તેનું કારણ શું? આવું જ્યારે જગતમાં પ્રત્યક્ષ દેખાય છે ત્યારે ઈશ્વરમાંથી આપણી શ્રદ્ધા ડગી જાય છે. આ સૃષ્ટિના સંચાલનમાં કોઈ કાયદો-કાનૂન હશે કે નહિ ? કે બધું અંધેર ચાલે છે ? આવો પ્રશ્ન પણ થાય છે. આવું જોઈને આપણને કેટલીક વખત એમ લાગે કે ખુદા કે ઘર અંધેર હૈ!
પરંતુ ખરી હકીકત એ છે કે ખુદા કે ઘર દેર ભી નહિ હૈ ઔર અંધેર ભી નહિ હૈ. આ વાતને યથાર્થ રીતે સમજવા માટે કર્મના કાયદાનો અભ્યાસ કરવાની જરૂર છે. ૨. કર્મનો અટલ સિદ્ધાંત ઃ
દુનિયામાં દરેક ડિપાર્ટમેન્ટને ચલાવવાના અને નિયંત્રણમાં રાખવાના કાયદા ઘડાયેલા હોય છે. પોલીસ ખાતા માટે પોલીસ મેન્યુઅલ હોય છે. પી.ડબલ્યુ.ડી. ખાતા માટે તેનું મેન્યુઅલ હોય છે. ન્યાય માટે ઈન્ડિયન પીનલ કોડ હોય છે. રેવન્યુ ખાતા માટે લૅન્ડ રેવન્યુ કોડ અને રૂલ્સ હોય છે. રેલવે ખાતાના પણ કડક કાયદા ઘડેલા હોય છે. તેવી જ રીતે આખી સૃષ્ટિના અને અનેક બ્રહ્માંડોનાં સંચાલન માટે પણ, નીતિનિયમો છે જ. જેમ કે સૂર્ય નિયમિત ઊગે અને આથમે, પૃથ્વી, તારા, નક્ષત્રો નિયમિત ગતિ કરે, વરસાદ ચોમાસામાં નિયમિત વરસે, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય વ્યવસ્થિત રીતે થાય વગેરે વિશ્વના સંચાલન માટે પણ અને તે સુવ્યવસ્થિત ચાલે તેને માટેનો પણ કાયદો છે અને તે “કર્મ'નો કાયદો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org