________________
૯૮
કર્મનો સિદ્ધાંત મૂકાઈ ગયો, અને બુદ્ધને પૂછયું તમે આ શું પૂછો છો?”
બુદ્ધે કહ્યું: “હું બરાબર પૂછું છું કે તમારે બીજું કાંઈ કહેવું છે?'
પેલા માણસે કહ્યું : “પણ મેં તમને કાંઈ કહ્યું નથી. માત્ર આપની ઉપર થેંક્યો છું.”
બુદ્ધે કહ્યું : “તમે ઘૂંક્યા, પણ હું સમજ્યો તમે કાંઈક કહ્યું, કારણ કે ઘૂંકવું એ પણ કંઈક કહેવાની એક રીત છે. કદાચ તમારા મનમાં એટલો બધો ક્રોધ ભરાઈ ગયો હશે કે જે શબ્દોમાં તમે કહી ન શક્યા તે તમે ઘૂંકીને કહ્યું, કારણ કે ક્રોધ એટલી બધી હદે પહોંચી ગયો હશે કે તે શબ્દો દ્વારા વ્યક્ત કરવો શક્ય નહિ હોય. હું પણ કેટલીક વખત ઘણી વાતો કહેવાની ઈચ્છા કરે છું જે શબ્દોથી નથી કહી શકતો ત્યારે ઇશારાથી એ વાતો કહેવી પડે છે. તેવી જ રીતે તમે તમારો ભયંકર ક્રોધ શબ્દોથી જ પ્રદર્શિત ના કરી શક્યા તેથી ઘૂંકીને ઇશારાથી જણાવ્યો તે વાત હું સમજી ગયો.”
પેલા માણસે કહ્યું: ‘તમે કાંઈ સમજ્યા નથી. મેં તો માત્ર ક્રોધ કર્યો છે.” બુદ્ધે કહ્યું : “હું બરાબર સમજ્યો છું કે તમે ક્રોધ કર્યો છે.” પેલા માણસે પૂછયું તો પછી તમે સામે ક્રોધ કેમ નથી કરતાં?'
બુદ્ધે કહ્યું : “તમે મારા માલિક નથી. તમે ક્રોધ કરો એટલા માટે હું પણ ક્રોધ કરે તો તો હું તમારો ગુલામ કહેવાઉહું તમારી પાછળ પાછળ ચાલનારો, તમારી છાયા નથી. તમે ક્રોધ કર્યો, બસ વાત ખતમ થઈ ગઈ. હવે મારે શું કરવું તે હું કરીશ.”
બુદ્ધ કશું ના કર્યું. ક્રોધ ના કર્યો. થુંક લૂછી નાખ્યું. પેલો માણસ ચાલ્યો
ગયો.
પેલો માણસ બીજે દિવસે ક્ષમા માગવા આવ્યો. માથું પગમાં મૂક્યું. આંખમાંથી આંસુ કાઢયાં.
માથું ઊંચું કરીને પેલા માણસે બુદ્ધ સામે જોયું. બુદ્ધ પૂછયું: ‘હવે કાંઈ કહેવું છે?' પેલા માણસે કહ્યું: “આપ આ શું કહો છો?'
બુદ્ધે કહ્યું: “સમજી ગયો. તમારા મનનો ભાવ એટલો ઘેરો બની ગયો છે કે શબ્દોથી તમે તે કહી શકતા નથી. તો આંસુ કાઢીને, પગે માથું અડાડીને ઇશારાથી તે ભાવ વ્યક્ત કરો છો. કાલે પણ તમે કંઈક કહેવા માગતા હતા, જે તમે શબ્દોથી કહી શક્યા નથી. માત્ર ઘૂંકીને ઈશારો કરીને જણાવી શક્યા. આજે પણ તમે કંઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org