________________
૩૦૪
૨૫ સંસારમાં જે કંઈ કરજદાર લેણદારને નમ્રતાથી કદાચ ઓછી રકમ આપે તે ખાતું ચુકતે કરી દે છે અને જે ઉદ્ધતાઈ કરે તે વ્યાજ, વકીલની ફી તેમજ કોર્ટના ખર્ચ સાથે હુકમનામું થાય છે, તેમ વેદનીય કર્મને ઉદીરણ કરીને ખપાવાય અગર ઉદય આવે ત્યારે નમ્રતાપૂર્વક સમભાવ રાખતાં જલ્દી છુટકારે થાય છે.
૨૬ કરેલાં કર્મ ભેગવ્યા સિવાય છૂટકારો નથી. આ સિદ્ધાંત–વચન અનુભવ સિદ્ધ છે. અને આત્મા જ પમ ખપાવવા સમર્થ છેતે પછી કમને બદલે દેવાને સમયે મેહું શા માટે છુપાવે છે? સઘળા દેવાને હિંમતપૂર્વક ચુકાદો કરી ફારગત થઈ જવું એ કેવું હિતકારક ગણાય ?
- ૨૭ જેવી રીતે વિચક્ષણ વણિક મહામૂલ્યવાન વસ્તુ થોડા દામમાં મળતી હોય તે તે કેટલા ઊમંગપૂર્વક લઈ લે! તેવી જ રીતે સ્વર્ગ મોક્ષના મહામૂલ્યવાન સુખની પ્રાપ્તિ ફક્ત અલ્પ સમયના સમભાવ પૂર્વકના સમાધિમરણથી જ થઈ શકતી હોય, તે તેની આનાકાની કરી, શા માટે સમભાવ તજે જોઈએ?
૨૮ જેમ સૈનિક શસ્ત્રવિદ્યાને અભ્યાસ કરી, તે અંગેના સાધનોના ઉપગની સિદ્ધિ કરી સજજ રહે છે અને યુદ્ધના સમયે શત્રુને પરાજય કરે છે તેમ છે આત્મન ! તેં આટલા દિવસ જ્ઞાનાભ્યાસ અને તપ સંયમદિની પ્રેકટીસ કરી છે તે સિદ્ધ કરવાને અવસર પ્રાપ્ત થયે છે, માટે કર્મ શત્રુઓને પરાજય કરી સુખી થા.
૨૯ જેને વિશેષ પરિચય હોય તેની બહુ કિંમત હોતી નથી. તેમ આ દારિક શરીરને પરિચય તને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org