SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ માગે અનેક જીવે તરી ગયા છે, હું પણ તેના ઉપર શ્રદ્ધા રાખું છું, પ્રતીત લાવું છું, અંત:કરણથી ચાહું છું અને એગ્ય રીતે પાલન કરતે, કરાવતે થકે, કેવળીભાષિત ધર્મ વિષે સાવધાન થયો છું. અને વિરાધનાથી વિર છું, તે આજ દિન સુધી, જે કાંઈ દુષ્ટ ચિંતન કર્યું હોય, ખોટો ઉપદેશ આપે છે અને કાયાથી પણ દુષ્ટ રીતે વર્તાયું હોય તે અને તે સિદ્ધ કેવળીની તથા ગુરૂની સાક્ષીએ મિચ્છામિ દુકકડ. આમ વીસે જિનેશ્વરેને નમસ્કાર કરી, અઢી દ્વીપમાં વિચરતા પંચ મહાવ્રતધારી મુનિઓ જેઓ રજેહરણ–પાત્રા-મુહપત્તિને ધારણ કરનારા, અઢાર હજાર શીલ રૂપ રથને ધારણ કરનારા એટલે બ્રહ્મચારી એવા વીતરાગ પ્રભુની આજ્ઞાનું પાલન કરનારા એવા સકળ સાધુઓને મારા નમસ્કાર હો. તથા અઢીદ્વિીપમાં તેમજ અઢીદ્વીપ બહાર અસંખ્યાતા શ્રાવક શ્રાવિકાઓ જે નવ તત્વના જાણનાર, પિષધપ્રતિક્રમણના કરનાર, દયાવંત, નિરભિમાની, પરધન પથ્થર સમાન જાણે, પરસ્ત્રીને મા બેન સમાન ગણે, એવા શ્રાવકજીને ખમાવું છું. સમક્તિ દૃષ્ટિ જીવને ખમાવું છું. ઉપકારી બાઈ ભાઈને ખમાવું છું. ચોરાશી લાખ જીવાનીના જીવને ખમાવું છું. આ સર્વ જીવોને હણ્યા હેય હણાવ્યા હેય, હણતાને ભલું જાણ્યું હોય તેમજ કેઈનું ખરાબ ચિંતવ્યું હોય તે સર્વ અપરાધની ક્ષમા માગું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy