________________
ર૭૯
માલયણું
ચાર ગતિ, ચાવીસ દંડક, ચોરાશી લાખ છવાની એક કોડ સાડી સત્તાણું લાખ કુલકેટીના જીવને મારા જીવે તમારા જીવે, આજના દિવસ સંબંધી આરંભે, સમારંભે. મન વચન કાયાએ કરી દુભવ્યા હોય, દ્રવ્યપ્રાણ ભાવપ્રાણ દુભવ્યા હોય, પરિતાપના કિલામના ઉપજાવી હોય, કોધ, માને, માયાએ, લોભે, રાગે છે, હાસ્ય, ભયે, ખળાયે, ઘડાયે, આપ-થાપનાએ, પર ઉથાપનાએ, દુષ્ટ લેયાએ, દુષ્ટ પરિણામે, દુષ્ટધ્યાને, આત ધ્યાને રૌદ્ર ધ્યાન કરીને, ઈર્ષ્યાએ, મમતે, હઠપણે, ધીઠાઈપણે, અવજ્ઞા કરી હોય, દુઃખમાં જેડયા હય, સુખથી ચુકાવ્યા હોય, પ્રાણ, પર્યાય, સંજ્ઞા, ઈન્દ્રિય આદિ લબ્ધિ ઋદ્ધિથી બષ્ટ કર્યા હોય, તે તે સર્વ અઢાર લાખ ચોવીશ હજાર એકસે વીસ પ્રકારે દોષ લાગ્યું હોય તે અરિહંત અનંતા સિદ્ધ કેવળી ભગવાનની સાખે તસ્સ મિચ્છા મિ દુક્કડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org