________________
૨૬૭
કૌસંબિક ઠામે સંતાનિક નામે, રાજ્ય કરે રંગરાજી એ, તસઘર ધરણે મૃગાવતી સતી, સુર ભવને જશ ગાજીયે એ, ૮ સુલશા સાચી શિયળે ન કાચી. રાચી નહિ વિષયારસે એ, મુખડુ જતા પાપ પલાએ, નામ લેતાં મનઉલ્લશે એ, ૯ રામ રઘુવંશી તેહની કામિની, જનકસુતા સીતા સતીએ, જગ સહુ જાણે ધીજ કરંતા અનળ શીતળ થયે શિયળથી એ. ૧૦ સુરનર વંદિત શિયળ અખંડિત શિવ શિવ પદ ગામનીએ. જેહને નામે નિર્મળ થઈએ, બલિહારી તસ નામની એ. ૧૧ કાચે તાંતણે ચાળણીબાંધી, કૂપ થકી જળ કઢીયું એ, કલંક ઉતારવા સતીય સુભદ્રા ચંપા બાર ઉઘાડીયું એ. ૧૨ હસ્તીનાપુરે પાંડુ રાયની કુંતા નામે કામનીએ, પાંડવ માતા દસે દસારની, બહેન પતિવ્રતા પદમીનીએ. ૧૩ શીળવતી નામે શીળવ્રત ધારિણી, ત્રિવિધે તેહને વદીયે એ, નામ જપતા પાતક જાએ, દરીસણે દુરિત નિકંદીયે એ. ૧૪ નિષિધાનગરી નળ પરિંદની. દમયંતી તસ ગેહીનીએ, સંકટ પડતો શીયળ જ રાખ્યું, ત્રિભુવન કીતિ જેહની એ ૧૫ અનંગ અજીતા જગજન પૂછતા. પુષ્પચુલા ને પ્રભાવતીએ, વિશ્વવિખ્યાતા કામને દમતાં, સોળમી સતી પદ્માવતીએ ૧૬ વીરે ભાખી શાસ્ત્ર સાખી, ઉદયરતન ભાખે મુદાએ, વ્હાણું વાતા જે નર ભણશે, તે લેશે સુખ સંપદા એ. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org