________________
-: ચેત ચેત નર ચેત :
પરલેકે સુખ પામવા, કર સારે સંકેત, હજી બાજી છે હાથમાં ચેન ચેત નર ચેત...૧ જેર કરીને જીતવું, ખરેખરૂં રણખેત, દુશમન છે તુજ દેહમાં, ચેત ચેત નર ચેત...૨ ગાફીલ રહીશ ગમાર તું; ફેગટ થઈશ ફજેત હવે જરૂર હશીયાર થઈ ચુત ચત નર એત...૩ તન ધન તે તારા નથી, નથી પ્રીયા પરણેત, પાછળ સૌ રહેશે પડયાં, ચેત ચેત નર ચેત....૪ પ્રાણ જશે જ્યાં પિંડથી, પિંડ ગણશે પ્રેત, માટીમાં માટી થશે, ચેત ચેત નર ચેત...૫ રહ્યાં ન રાણાં રાજીયા, સુરનર મૂનિ મેત, તું તે તરણું તુલ્ય છે, ચેત ચેત નર ચેત...૬ રજકણ તારા રખડશે, જેમ રખડતી રેત, પછી નરતન પામીશ ક્યાં, ચેત ચેત નર ચેત...૭ કાળા કેશ મટી ગયા, સરવે બનીયા વેત, જોબન જેર જતું રહ્યું, ચેત ચેત નર ચેત...૮ માટે મનમાં સમજીને વિચારીને કરવત, કયાંથી આવે કયાં જવું, ચેત ચેત નર ચેત એ શુભ શિખામણ સમજીને, કર પ્રભુ સાથે હેત, અંતે અવિચળ એજ છે, ચેત ચેત નર ચેત....૧૦
–સંત શિષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org