________________
૨૫
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળમાં, મુજ જીવનનું અર્થ રહે. દીન ક્રુર ને ધર્મ વિહોણાં, દેખી દિલમાં દર્દ રહે, કરૂણાભીની આંખમાંથી, અશ્રને શુભ સ્ત્રોત વહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઉભે રહું, કરે ઉપેક્ષા એ માર્ગની, તોયે સમતા ચિત્ત ધરું. વીર પ્રભુની ધર્મભાવના હૈયે સૌ માનવ લાવે, વેર ઝેરનાં પાપ તજીને, મંગળ ગીતે એ ગાવે.
સિદ્ધ પરમાત્માની સ્તુતિ
(હરિગિત છંદ) તુમ્હ તરણ તારણ, દુઃખ નિવારણ, ભવિક જીવ આરાધન, શ્રી નાભિનંદન જગત વંદન, નમે સિદ્ધ નિરંજન ૧ જગત ભૂષણ વિગત દુષણ, પ્રણવ પ્રાણ નિરૂપક !
ધ્યાન રૂપ અનુપ ઉપમ, ૨ નમે. ગગનમંડળ મુક્તિ પદવી, સર્વ ઉર્વ નિવાસીને,
જ્ઞાન તિ અનંત રાજે નમે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org