________________
પ્રકાશકનું પુરે વચન
ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને એ માટે યુનિવર્સિટી કક્ષાએ પ્રત્યેક વિદ્યાશાખા માટે વિપુલ ગ્રંથસામગ્રી તૈયાર થવી જોઈએ. એ હેતુથી કેન્દ્રીય સરકારે આર્થિક સહાય આપીને પ્રાદેશિક ભાષાઓમાં યુનિવર્સિટી કક્ષાનાં પુસ્તકો અને સાહિત્ય પ્રકાશિત કરવાની યોજના ઘડી અને તેને સાકાર કરવા માટે ૧૯૭૦ માં આ બોર્ડ રચવામાં આવ્યું. કેન્દ્ર સરકાર તરફથી આ કાર્ય માટે મળતાં અનુદાન ઉપરાંત એપ્રિલ ૧, ૧૯૭૬ થી આ યોજનામાં રાજ્ય સરકારે પણ અમુક અનુદાન આપવાનું સ્વીકાર્યું છે.
આ યોજનામાં રાજ્યની યુનિવર્સિટીઓના પ્રાધ્યાપકો અને અન્ય વિદ્વાનો દ્વારા યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમને આવરી લેતાં પાઠથપુસ્તકો અને અન્ય સંદર્ભગ્રંથો પ્રકાશિત કરવામાં આવ્યા છે અને એ કાર્ય હજુ વણથંભ્ય ચાલુ જ છે.
આ ગ્રંથનિર્માણ યોજનાના એક ભાગ રૂપે સંસ્કૃત-પ્રાકૃત ભાષાનાં વ્યાકરણ પર ટીકાટિપણું સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે એટલે આ યોજના હેઠળ આચાર્ય શ્રી હેમચંદ્ર વિરચિત “સિદ્ધહેમ શબ્દાનુશાસન' પ્રકાશિત કરતા આનંદ અનુભવું છું. એ આનંદમાં ઉમેરો એ વાત થાય છે કે એનું સંપાદન–અનુવાદન-વિવેચન આ વિષયના જ્ઞાતા અને અનુભવી વિદ્વાન પંડિત બેચરદાસજીએ સ્વીકાર્યું છે.
પુસ્તકમાં પૃષ્ઠ સંખ્યા ઘણી મોટી હેવાથી પુસ્તક વાપરનારની સરળતા ખાતર તેને નીચે પ્રમાણે ત્રણ ખંડમાં પ્રસિદ્ધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે :
ખંડ ૧...અધ્યાય ૧ થી ૪ ખંડ ૨...અધ્યાય ૫ થી ૭ તથા ધાતુપાઠ
ખંડ ૩..અધ્યાય ૮ (પ્રાત વ્યાકરણ) તેને આ ખંડ ૩ વાચકોને સાદર કરતાં આનંદ થાય છે.
ખંડ ૧ અને ૨ છપાઈ રહ્યા છે કે થોડા વખતમાં પ્રસિદ્ધ થશે -- છતાં દરેક ગ્રંથનું સ્વતંત્ર અસ્તિત્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org