________________
3
ખીજુ સૂત્ર સિદ્ધિઃ સ્યાદ્વારાત' છે. જૈન દર્શને પેાતાના સમગ્ર તત્ત્વજ્ઞાનને સ્યાદ્વાદના સિદ્ધાંત ઉપર ગાઠવેલ છે. એના વિચાર પ્રમાણે શબ્દ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. એટલે શબ્દ તેના મૂળ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે એટલે સૌંસારમાંથી કાઈ પણુ કાળ શબ્દ તત્ત્વ નાશ પામેલ નથી, નાશ પામતું નથી અને નાશ પામવાનું પણ નથી. એ વિચારણાની અપેક્ષાએ શબ્દતત્ત્વ નિત્ય દ્રવ્યરૂપ છે, પણ સંયાગાને લીધે શબ્દતત્ત્વ રૂપાંતર પામતું રહે છે. અને જે વસ્તુ રૂપાંતર પામે તે નિત્ય ન હેાઈ શકે પણ અનિત્ય હાય, એ વિચારની દૃષ્ટિએ શબ્દ અનિત્ય પણ છે અર્થાત્ શબ્દ નિત્યાનિત્યરૂપ છે. જૈનદર્શને શબ્દને પરમાણુરૂપે જડતત્ત્વ માનેલ છે. આમ શબ્દ નિત્ય હૈઈ તેની પ્તિ થાય પણ જ્યારે રૂપાંતર પામે એટલે કે વ્યાકરણના નિયમાનુસાર રૂષિ+મત્ર આ પ્રયાગમાં ષિ ના ૬ ને ય થાય છે અને યંત્ર રૂપ અને ત્યારે વ્યાકરણ શાસ્ત્ર દ્વારા એ શબ્દને નિષ્પન્ન કર્યો કહેવાય. આ પરિસ્થિતિમાં વ્યાકરણના નિયમ પ્રમાણે ૬ ને ય કરવે પડે છે, અર્થાત્ હૈં રૂપાંતર પામે છે. એથી ૢ શબ્દ નિત્ય ન કહેવાય, આ દૃષ્ટિએ આચાય અષ્ટાધ્યાયીના આ ખા સૂત્ર દ્વારા એમ સૂચવે છે કે શબ્દની તૃપ્તિ પણ સમજવી અને નિષ્પત્તિ પણ સમજવી. અર્થાત્ જ્યારે શબ્દ સિદ્ધ છે ત્યારે તે નિત્ય છે અને જ્યારે હૈં ય' ના રૂપમાં ફેરવાય છે ત્યારે શબ્દ અનિત્ય છે. એટલે એ અપેક્ષાએ ચબ્દની નિષ્પત્તિ કરવાની છે. અર્થાત્ આખુંય વ્યાકરણ શાસ્ત્ર શબ્દની જે નિષ્પત્તિ બતાવે છે તે શબ્દને અનિત્ય માનીને જ બતાવે છે. જેમ ધડા ઘડા પણુ છે અને માટી પણ છે. ઘડા પેાતાના મૂળ કારણની અપેક્ષાએ મારીરૂપે છે, અને માટીના રૂપાંતર રૂપ કાર્યની અપેક્ષાએ તે ઘડારૂપ છે. એ જ રીતે શબ્દની પણુ નિત્યતા અને અનિત્યતા સમજવાની છે. વ્યવહારમાં એક જ માલ્ગુસ પિતા' પણ હોય છે અને પુત્ર' પણ હેાય છે. પાતાના પિતાની અપેક્ષાએ માણસ પુત્રરૂપ છે. અને પેાતાના પુત્રની અપેક્ષાએ માસ પિતારૂપ છે. અર્થાત્ અમુક અપેક્ષાએ એક જ માણુસ પિતારૂપ પણ હ્રાય છે અને પુત્રરૂપ પણ હેાય છે એ હકીકત વ્યવહારમાં આબાળગાપાળ જાણીતી છે. આ બાબત ઘણું નિરૂપણુ કરીને સમજાવી શકાય એમ છે પણ પ્રસ્તુતમાં ઉપર લખ્યા કરતાં વધારે લખવું અપ્રસ્તુત લેખાશે, જે આ બાબતમાં વધારે જાણવા અચ્છતા દ્વાય તેઓએ સ્વાદાનઽરી, સ્વાઢાનાર વગેરે ગ્રંથાને જોઈ સેવા ભલામણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org