SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યંચ ને નારકી એ ચાર ગતિનું ચિહ્ન છે. અક્ષતથી એ ચિંતવવાનું છે કે ફરી ભવબીજ ન પાંગરે તેવા અક્ષત-અણનમ પ્રયત્ન કરવાનો છે. સંસારમાં ભૂલ કેટલી સ્વાભાવિક છે ને T કેટલાંક પાપ કેવો સહજ છે, એ સર્વની અનુભૂતિની ઘટના છે. એ સર્વ અપરાધોને-દોષોને દૂર કરવા માટે પૂજા પ્રતિક્રમણ વગેરે ચિત્ત શુદ્ધિના પ્રયોગો છે, ક્ષમાપના એ એનું અમૃત છે. પૂજા-ભાવનાની સફળતા ચિત્તશુદ્ધિમાં છે, નહિ તો તે વ્યર્થ આડંબર બની રહે. કદાચ શુદ્ધિ ઓછી વત્તી થાય તો ય પૂજાપઠન તો અત્તરિયાના દુકાને જવા જેવો ઘાટ છે, ત્યાં માલ વહોરાય તો સારું, નહિ તો - ગંધ તો મળવાની જ છે ! ફળની પ્રાપ્તિ કર્મ પર પણ - અવલંબિત હોય છે છતાં સાચદિલના સાધકને વહેલી મોડી પણ સિદ્ધિ વય વગર રહેતી નથી, એ સુનિશ્ચિત ભક્તિમાર્ગનો વેગવંત પ્રવાહ અસ્તિત્વમાં આવ્યો અગિયારમી સદીમાં. ક્યાં જન્મ્યો, કોણે જન્માવ્યો, એ પ્રશ્નો આજે નિરર્થક છે. સમસ્ત ભારત. એ માર્ગનું પુણ્યપ્રવાસી બની ગયું. એમાં જૈનોએ રાસરાસાઓ વગેરે સાથે આ પૂજાગીતિની રચના દ્વારા અગ્રગણ્ય ભાગ ભજવ્યો. એણે ગુજરાતી પદ્ય સાહિત્યને ઘડવામાં કેટલો મોટો ફાળો આપ્યો તે આજના ભાષા શાસ્ત્રીઓ માટે નિર્ણત કરવાનો વિષય Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy