________________
૧૫૮ ૧૫૮
વિવિધ પૂજાસગ્રહ ભાગ ત્રીજો શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાયકૃત
સત્તરભેદી પૂજા
મ વિધિ પ્રથમ સ્નાત્ર કરે, પછી અષ્ટપ્રકારી પૂજા કરે, ઉજવલરૂપા પ્રમુખની કેબીમાં કુંકુમ તથા કેશર વગેરેને સ્વસ્તિક કરે પછી સુંદર કળશ, કેશર પ્રમુખ મિશ્રિત શુદ્ધ જળ ભરી સ્થાપનાને રૂપિયે કળશમાં નાખે, પછી કળશ કેબીમાં રાખી સનાત્રીઓ મુખકોશ ઉતરાસંગથી કરી ત્રણ નવકાર ગણી નમસ્કાર કરે, હાથે ધૂપ દેઈ કેબી હાથમાં ધારણ કરે, મન સ્થિર રાખે, છીંક વર્જન કરે, સનાત્રીયા પ્રભુજી સન્મુખ ઊભા રહે, પંચામૃત કળશ અડગ રાખે, અને મુખ થકી પહેલી પૂજાને પાઠ ભણે, તે ભણીને પછી પ્રભુને પંચામૃતનું હરણ કરે તથા પ્રભુની ડાબી બાજુના અંગુઠે જળધાર આપે.
૨ પછી સુંદર સૂક્ષમ અંગભૂતણે જિનબિંબ પ્રમાઈ કેશર, ચંદન, મૃગમદ, અગર, કપૂરાદિકથી કોલી ભરી હાથમાં લઈ ઊભું રહીને મુખથકી બીજી પૂજાને પાઠ ભણે, તે ભણીને વિલેપન કરી નવ અંગે પૂજન કર.
૩ પછી અત્યંત સુકેમલ સુગંધિત અમૂલક વસ્ત્રયુમ ઉપર કેશરને સ્વસ્તિક કરી, પ્રભુજી આગળ ઊભું રહી સુખ થકી ત્રીજી પૂજાને પાઠ ભણે, તે ભણીને પ્રભુજી આગળ વસ્ત્ર યુગ્મ ચઢાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org