________________
વખત હોય છે. આ રીતે બીજા આવેગેને તનાવ કે ઈકઈ વખતે હોય છે. પરંતુ કામનો તનાવ નિરંતર અને બધાથી વધારે હોય છે, સઘન હોય છે. તેનાં મૂળ ખૂબ જ ઊંડા હોય છે. આના આધારે એમ કહી શકાય કે કૃષ્ણલેશ્યા, નીલેશ્યા અને કાપતલેશ્યા આ ત્રણે અપ્રસ્ત કે અધર્મસ્થાનું કેન્દ્ર પણ આ જ હોવું જોઈએ અને વાસ્તવમાં આ જ હોય છે. આપણું પ્રત્યેક વૃત્તિ અને તેની
અભિવ્યક્તિનું કેન્દ્ર આ સ્થૂળ શરીરમાં જ હશે. આ ત્રણે અધર્મ લેશ્યાઓની અભિવ્યક્તિઓનું કેન્દ્ર કામકેન્દ્ર છે. આર્તધ્યાન કેન્દ્ર અને રૌદ્રધ્યાનનાં કેન્દ્રો પણ આ જ છે. જયારે ચેતના અહીં જ રહે છે ત્યારે ઈષ્ટને વિયાગ થવાથી વ્યાકુળતા ઉત્પન થાય છે, અનિષ્ટને સંગ થવાથી ક્ષોભ પેદા થાય છે. પ્રિયતા, અપ્રિયતાની અનુભૂતિઓ ઉત્પન્ન થાય છે. વેદના ઉત્પન્ન થવાથી વ્યાકુળતા, વેદનાને નષ્ટ કરવાના પ્રયત્નો, કરતા, ઈર્ષા, ધૃણ વગેરેનાં સ્પંદન કામકેન્દ્રની આસપાસ અનુભવાય છે. તે અહીં જ વિકસે છે. આપણું કામકેન્દ્રની ચેતનાની આસપાસ જ તે સ્પંદનો ક્રિયાવિત થાય છે. ચેતનાનું આંતરિક સ્તર,
મન ચેતનાનું આંતરિક સ્તર નથી. ચેતનાનું આંતરિક સ્તર છે– આવેગ, ક્રોધ, માન, ઈર્ષા, લાલચ વગેરે. આપણી વૃત્તિઓ ચેતનાનું આંતરિક સ્તર છે. બીમારીઓ અહીં જ જન્મ લે છે. ચરિત્ર પણ ત્યાંથી જ આવે છે. મસ્તિષ્કમાંથી ચરિત્ર નથી આવતું. ચરિત્ર પ્રાપ્ત થાય છે, વૃત્તિઓમાંથી અને વૃત્તિઓ આવે છે ગ્રંથિતંત્રમાંથી. ગ્રંથિઓનું સ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org