________________
ભૂમિકા તનાવને યુગઃ
વર્તમાન યુગ ઉદ્યોગીકરણ, શહેરીકરણ અને પ્રૌદ્યોગિક વિકાસને યુગ છે. આજને નાગરિક નિરંતર દબાણ અને તનાવની વચ્ચે જીવે છે. એને લીધે જ સતત હાઈ બ્લડપ્રેશર, અનિદ્રા અને હદયરેગના વિભિન્ન પ્રકારના હુમલા અને અનેક શારીરિક રોગને તે શિકાર બને છે. જ્યારે માનવી આ બધાથી હતાશ–નિરાશ થઈ જાય છે ત્યારે મદ્યપાન કે કે ખતરનાક નશીલા પદાર્થોનું સેવન કરવા આકર્ષાય છે અને દુઃખ ભૂલવા પ્રયત્ન કરે છે. આ માદક અને નશીલા પદાર્થોના સેવનથી તેને ફક્ત ક્ષણિક રાહત જ મળે છે, પણ છેવટે તે આ વ્યસનો શિકાર, આદતી જ બની જાય છે અને સમસ્યાના ઉકેલને બદલે વધારે ઉલઝનમાં મુકાઈ જાય છે. આથી એ સ્પષ્ટ થાય છે કે સમસ્યાઓનું સમાધાન માદક-નશીલા પદાર્થોનું સેવન નથી, પરંતુ વૃત્તિઓનું રેચનસંયમ તેમ જ આંતરિક શક્તિઓને વિકાસ જ છે. ધ્યાનઅભ્યાસ દ્વારા વ્યક્તિ તેને સાહજિક રૂપે ફલિત કરી શકે છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org