________________
વ્યુત્સર્ગની ચેતના જાગૃત થતાં જ સાધકને સ્પષ્ટ. અનુભવ થઈ જાય છે કે હું ચૈતન્યમય છું. આ જ મારું સાચું અસ્તિત્વ છે. ચૈતન્ય સિવાય જે કાંઈ મારી સાથે સંકળાયેલું છે તે વિજાતીય છે મારું પિતાનું નથી.
1 પ્રજ્ઞાનું જાગરણ – સમતાને વિકાસ
બુદ્ધિ અને પ્રજ્ઞામાં એટલું અંતર છે કે, બુદ્ધિ પસંદગી કરે છે, આ પ્રિય છે આ અપ્રિય છે-જ્યારે પ્રજ્ઞામાં પસંદગી રહેતી જ નથી, સમાપ્ત થાય છે. તેની સામે પ્રિયતા-અપ્રિયતાને કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતું નથી, તેની સામે ફક્ત સમતા જ પ્રતિષ્ઠિત થાય છે. કાર્યોત્સર્ગના અભ્યાસથી બુદ્ધિનું પલ્લું હળવું થતું જાય છે અને પ્રજ્ઞાનું પલ્લું ભારે થાય છે. જીવનમાં જ્યારે પ્રજ્ઞાનું પ્રથમ કિરણ ફૂટશે ત્યારે સ્વયં સમતાનાં દર્શન થશે.
કાર્યોત્સર્ગનું એક વધારે પરિણામ પ્રાપ્ત થાય છે? પ્રજ્ઞાનું જાગરણ જ્યારે કાર્યોત્સર્ગ દ્વારા પ્રજ્ઞા જાગ્રત થાય છે ત્યારે જીવનમાં સમતા સ્વયં અવતરિત થાય છે. લાભ-ગેરલાભ, સુખ-દુઃખ, નિંદા-પ્રશંસા, જીવન-મૃત્યુ – આ કંકોમાં સમ રહેવાની સમતા વિકસિત થાય છે. પ્રાપ્ત થાય છે. પછી તે તેને માટે પ્રિય-અપ્રિયમાં કોઈ અંતર રહેતું જ નથી. બંને ભેદ સમાપ્ત થઈ જાય છે. અને ત્રીજુ જ આયામ નેત્ર-શક્તિ) વિકસે છે. એ શક્તિ તે જ સમતાની શક્તિ.
ઓમ શાંતિ–શાંતિ...!
64
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org