________________
વધારે શિથિલ અને શ્વાસ જેટલા વધારે મંદ થાય છે તેટલું જ કાયિક ધ્યાન વધુ સફળ થાય છે. .
કાયિક ધ્યાનને કાર્યોત્સર્ગ પણ કહેવામાં આવે છે. શ્વાસને શરીરથી ભિન્ન માનવામાં આવે છે. એને અભિન્ન પણ માની શકાય છે. જૈન આચાર્યોએ શ્વાસની સાધનાને શરીરની સાધનાની સાથે નિરૂપિત કરી છે. કાત્સગ અને શ્વાસને ઘણે ગાઢ સંબંધ છે. કાર્યોત્સર્ગનું મા૫ શ્વાસની સાથે જ નિર્ધારિત કરવામાં આવ્યું છે. જેમ કે આઠ શ્વાસે છૂવાસને કાર્યોત્સર્ગ, પચીસ શ્વાસેપ્શવાસને કાર્યોત્સર્ગ, સે શ્વાસે શ્વાસને કાર્યોત્સર્ગ. વિભિન્ન પ્રવૃત્તિઓની વિશ્રાન્તિ કે વિશુદ્ધિ માટે આ કરવામાં આવે છે.
તનાવમુક્તિ માટે પંદર મિનિટને કાયોત્સર્ગ પર્યાપ્ત છે. ધ્યાનની સિદ્ધિ માટે કોઈ સમયમર્યાદા નક્કી નથી. કલાકે, પ્રહરે કે કેટલાય દિવસો સુધી સાધક પિતાની સગવડ પ્રમાણે જેટલે સમય કરી શકે તેટલા સમય સુધી કાર્યોત્સર્ગ કરી શકે છે. પૂર્વ જન્મના સંસ્કારને ક્ષીણ કરવા માટે લાંબા સમય સુધી કાર્યોત્સર્ગ કરી જરૂરી છે. કાત્સગ કેવી રીતે કરાય?
સામાન્ય રીતે કાર્યોત્સર્ગ સૂઈને કરવામાં સરળતા રહે છે (આમ તે બેઠાં–બેઠાં કે ઊભાં ઊભાં પણ કાર્યોત્સર્ગ કરી શકાય છે), પરંતુ સૂતાં પહેલાં, તેને અનુરૂપ સ્થિતિ બનાવવી જરૂરી છે. ઊભા રહીને ઉચ્ચારણપૂર્વક સંકલ્પ કરવાને હોય છે, “મારા શારીરિક, માનસિક, અને ભાવનાત્મક તનાવથી મુક્ત થવું મારા માટે અત્યંત જરૂરી છે. તનાવ
50.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org