________________
અને સાધના સ્વયં સાકાર થઈ આપણી સમક્ષ મૂર્તિમાન અની રહેશે.
[] સમસ્યાનું સમાધાન
કોઈ પણ જટિલ પ્રશ્ન, સમસ્યા આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે, તે આપણે વિચારવા માંડીએ છીએ કે આ પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે મળશે ? પણ એકાંતમાં જઈને શાંત ચિત્તે વિચાર કરવા માંડીએ તે સમસ્યાનું સમાધાન તરત જ મળી જાય છે. જીવન-યાત્રા ચલાવનાર, વ્યવહારની ભૂમિકા પર જીવનાર દરેક વ્યક્તિ સમય સમય પર કાયાત્સગ કરે છે. અધ્યાત્મની યાત્રા કરનાર માટે તે કાયાત્સગ વગર અન્ય કોઇ વિકલ્પ જ નથી. જે વ્યક્તિ કાર્યાત્સગની સમ્યક્ આરાધના કરતી નથી, કાર્યાત્સગને ખરાખર સાધી શકતી નથી તે અધ્યાત્મક્ષેત્રમાં કોઈ પણ જાતની પ્રગતિ કરી શકતી નથી.
47
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org