________________
છે. સાધક કર્મ–શરીરની વ્યવસ્થાને નિષ્ફળ બનાવવાનું ઝંખે છે. તેથી સ્પષ્ટ પ્રતિપાદિત થાય છે કે સાધકે સર્વ પ્રથમ ચંચળતાને જ નાશ કરવાનું છે. ચંચળતાને સમાપ્ત કરવા માટેનું પ્રથમ પાન કાર્યોત્સર્ગ છે. તેને કાયસંવર પણ
- ભગવાન મહાવીરના શિષ્ય ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પૂછયું – “સાત્તિયાણ મતિ ની વિળય? ભગવન્! કાયગુપ્તિનું પરિણામ શું છે? ભગવાને પ્રત્યુત્તર આપે, “જાગુત્તિયાણ [ સંવ નાચ- કાયગુપ્તિ દ્વારા સંવર થાય છે. બે જ શબ્દ છે: “આશ્રવ અને સંવર'. આશ્રવ એ છે, જેનાથી દોષ આપણી અંદર પ્રવેશે છે. આશ્રવ એટલે છિદ્ર. એના દ્વારા બહારથી દૂષિત વિજાતીય તાવ આવે છે અને તેનાથી આપણે ભરપૂર બની જઈએ છીએ. આપણે આપણાં છિદ્ર સુરક્ષિત રહે તે ઉપાય કરવું જોઈએ જેથી આપણામાં આશ્રવ ન રહે. સંસ્કૃતમાં ગુજુ ક્ષણે ધાતુ છે. ગુપ્તિને અર્થ “સંરક્ષણ છે, કાયગુપ્તિને અર્થ “કાયાની સુરક્ષા. આ. પ્રક્રિયા જ “સંવર' છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે કાય ગુપ્તિ કરનાર આશ્રવને રેકે છે અને સંવરને ઉત્પન્ન કરે છે.
જ્યારે કાયાનું સંવર અથવા શરીરની પ્રવૃત્તિને નિરોધ થાય છે ત્યારે સૂક્ષમ શરીર, કર્મ-શરીરને એક ગજબ ચેટ જેવું લાગે છે અને તે પ્રકંપિત થાય છે. તેને ચક્રવ્યુહમાં એક મોટું ભંગાણ પડે છે. આપણે તે કાર્યોત્સર્ગમાં નિશ્ચલ થઈને બેસી જઈએ છીએ. સ્થૂળ શરીરનું સ્થિર થવું તે સૂક્ષ્મ શરીર માટે વિસ્ફોટ થવા સમાન છે, બિચારું એટલું બધું
Jain Education International
88. For Private & Personal Use Only
www.jainelibrary.org