________________
કાયાત્સગ એટલે શુ? આધ્યાત્મિક દૃષ્ટિકાણુ
આગળના પ્રકરણમાં આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિથી ‘તનાવ' શું છે? તે વિષય પર વ્યાપક ચર્ચા કરી. હવે આપણે આ પ્રકરણમાં આધ્યાત્મિક દૃષ્ટિથી તનાવ શું છે ?” તેની ચર્ચા કરીશું.
[] તનાવના ત્રણ પ્રકાર
તનાવના ત્રણ પ્રકાર છેઃ શારીરિક તનાવ, માનસિક તનાવ અને ભાવનાત્મક તનાવ. દરેક વ્યક્તિ આ ત્રણે પ્રકારના તનાવેાથી ઘેરાયેલી છે. શારીરિક તનાવથી મુક્ત થવા માટે કાર્યાત્સર્ગના અભ્યાસ ઘણા જ ઉપયાગી છે. એ કલાક સૂઈએ અને જેટલે આરામ શરીર તેમજ માંસપેશીઓને નથી મળતા તેટલે આરામ, બલ્કે તેથી વિશેષ આરામ ફક્ત અડધા કલાક જ વિધિપૂર્વક કાર્યાત્સર્ગ કરવાથી મળી જાય છે.
આજના માનવ તનાવથી ઘેરાયેલા છે. તેને શાંતિની પ્રાપ્તિ નથી થતી. તે સતત બેચેન રહે છે. જ્યારે તે કામ કરતાં કરતાં થાકી જાય છે, ત્યારે વિશ્રામ કરે છે. થાક પછી વિશ્રામ અને શ્રમ પછી પણ વિશ્રામ.
28
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org