________________
વસતા શ્રી કેશવજીભાઈ ગોગરી કે જે મુંબઈની પ્રસિદ્ધ હર્ષ પ્રિન્ટરીના અધિપતિ છે તે મળ્યા. પત્રીમાં વિક્રમ સંવત્ ૨૦૩૧માં અમે ચતુર્માસ કરેલું હતું એટલે પત્રી-સંઘના શ્રાવકે ચિરપરિચિત રહ્યા છે. કેશવજીભાઈના હાથે આનું મુદ્રણ–પ્રકાશન બહુ સુંદર રીતે થશે એમ સમજીને કેશવજીભાઈને આ કાર્ય પૂર્ણ કરવા સૂચવ્યું અને તેમણે તે તરત જ સહર્ષ સ્વીકારી લીધું. એટલે આના પ્રકાશનને લાભ અને યશ શ્રી કેશવજીભાઈના ફાળે જાય છે.
પૂજ્યપાદ ગુરુદેવનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
પૂજ્યપાદ ગુરુદેવના પિતાશ્રીનું નામ શા. મેહનલાલ જોઈતારામ હતું અને માતુશ્રીનું નામ ડાહીબેન ડામરસીભાઈ હતું. તેઓશ્રીને જન્મ વિક્રમ સંવત્ ૧૯૫૧ શ્રાવણ વદિ પંચમીને દિવસે (તા. ૧૦-૮-૧૮૯૫) શનિવારે માંડલ માં (શંખેશ્વરજી તીથથી ૨૦ માઈલ દૂર) થયો હતે. લગભગ ૧૬ વર્ષની ઉંમરે તેમનું લગ્ન ઝીંઝવાડાના શા. પિપલાલ ભાઈચંદ તથા બેનીબેનનાં ત્રીજા નંબરના સુપુત્રી મણિબેન સાથે થયું હતું કે જેઓ મારાં પરમપકારી માતુશ્રી છે.
પૂજ્યપાદ ગુરુદેવની દીક્ષા વિક્રમસંવત્ ૧૯૮૮ જેઠ વદિ ૬ (તા. ૨૪-૬-૧૯૩૨) શુક્રવારે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી ૧૦૦૮ વિજય સિદ્ધિસરીશ્વરજી (બાપજી) મહારાજના વરદ હસ્તે અમદાવાદમાં થઈ હતી અને પૂજ્યપાદ બાપજી મહારાજના પટ્ટાલંકાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય મેઘસરીશ્વરજી મહારાજના તેઓ શિષ્ય થયા હતા. તે પછી વિક્રમ સંવત્ ૧૯હ્યું વૈશાખ સુદિ તેરસના દિવસે રતલામ (મધ્ય પ્રદેશ) માં મારી દીક્ષા થઈ હતી. તે પછી મારાં માતુશ્રી મણિબેનની દીક્ષા
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org