________________
(૪)
પધાર્યા. ત્યાં લગભગ પંદરેક દિવસ રહ્યા પછી પૂ. ગુરૂદેવની તબિયતે અણધાર્યો પલટે લીધે. બે વર્ષથી તેઓશ્રીને શ્વાસનેદમને વ્યાધિ તે હતે જ, પણ આ વખતે એ વધારે જોરદાર બન્ય, પરિણામે વિક્રમ સંવત્ ૨૦૧૫ ના મહા સુદિ ૮ તા. ૧૬-૨–૧૯૫૯ સોમવારે સાંજે પ્રતિક્રમણ કર્યા પછી, જાપ આદિની તેઓશ્રીની સાધના પૂર્ણ કર્યા પછી, શ્રી શંખેશ્વરજી તીર્થમાં શ્રી શંખેશ્વર પાશ્વનાથ પ્રભુજીની છાયામાં તેઓશ્રીને સમાધિમય સ્વર્ગવાસ થયે.
પૂજ્યપાદ ગુરુદેવનો દેહવિલય એ મારા માટે ઘણી જ આકસ્મિક અને આઘાતજનક ઘટના હતી. તે પછી તરત મુનિરાજશ્રી દેવભદ્રવિજયજીની વિક્રમ સંવત ર૦૧પના ફાગણ સુદિ ત્રીજે શંખેશ્વરજીમાં દીક્ષા થઈ અને અમે શંખેશ્વરજીથી વિહાર કરી અમારા પરમ ગુરુદેવ પૂજ્યપાદ સંઘસ્થવિર આચાર્યદેવ શ્રી ૧૦૦૮ વિજય સિદિસુરીશ્વરજી (બાપજી) મહારાજની છાયામાં અમદાવાદ ગયા. ત્યાં તેઓશ્રીના વરદ હસ્તે મુનિરાજ દેવભદ્રવિજયજીની વડી દીક્ષા થઈ
તે પછી કચ્છમાં શ્રી ભદ્રેશ્વર તીર્થની યાત્રાએ અમારે જવાનું થયું. ત્યાં માંડવીમાં વિક્રમ સંવત્ ૨૦૨૨ માં વૈશાખ સુદિ ચેાથે રવિવારે (તા. ૨૪-૪-૬૬) મુનિશ્રી ધમચંદ્રવિજયજી ની દિક્ષા થઈ.
પૂજ્યપાદ ગુરૂદેવે સ્વહસ્તે લખેલા આ નાને પણ પ્રાચીનમહષિવિરચિત સ્તવનેને સંગ્રહ, બીજાઓને પણ ભકિતભાવનામાં ઉપયોગી થાઓ એ ભાવનાથી આ સ્તવનસંગ્રહ પૂ. ગુરુદેવના સ્વર્ગવાસ પછી તરત પ્રકાશિત કરવાની મારી તીવ્ર અભિલાષા હતી, છતાં નિરાંતે સુંદર રીતે પ્રકાશિત કરવાની ભાવનામાં ને ભાવનામાં અનેક કારણેને લીધે ૨૫ વર્ષ વીતી ગયાં. આ વાત મને નિરંતર ખટક્યા જ કરતી હતી તેવામાં, કચ્છ-પત્રી ગામના વતની અને હમણાં મુંબઈમાં
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org