________________
श्री ऋषभदेवस्वामिने नमः ॥ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ॥ श्री महावीरस्वामिने नमः ॥ श्री गौतमस्वामिने नमः ॥ श्री सद्गुरुदेवाय नमः ॥
કિંચિતૢ વક્તવ્ય
પરમપૂજ્ય પરમેાપકારી પ્રાતઃસ્મરણીય સદ્ગુરૂદેવ તથા સંસારી અવસ્થાના મારા પિતાશ્રી પૂજ્યપાદ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજનું સમગ્ર જીવન ભક્તિરંગથી રંગાયેલું હતું. પૂ. ગુરુદેવ આગમશાસ્રાના-પ્રભુની મંગલવાણીના પણ પરમ ભક્ત હતા. દીક્ષા લીધા પછી જ્ઞાનસાધના તથા ચારિત્રસાધના સાથે ભક્તિર`ગ પણ તેમના અંતરગમાં વ્યાપેલા હતા તેથી વિક્રમ સંવત્ ૨૦૧૪ ના ઝીંઝુવાડાના ચતુર્માસમાં આંતરિક પ્રેરણાથી જ તેઓશ્રીએ પૂર્વમહર્ષિ વિરચિત સ્તવનાના ભક્તિરંગથી સંગ્રહ કરવા માંડ્યો હતા. તે જ સંગ્રહ આજે પ્રગટ કરતાં મને અત્યંત હર્ષના અનુભવ થાય છે.
પૂજ્યપાદ ગુરૂદેવ આ સ્તવનસ ંગ્રહ લખતા હતા ત્યારે મને કલ્પના પણ નહેાતી કે પૂજ્ય ગુરૂદેવના હૃદયમાં નિરંતર વહેતી ભક્તિરસની ધારાના આ અંતિમ આવિષ્કાર છે.
પૂજ્યપાદ ગુરૂદેવ ઝીંઝુવાડામાં ચતુર્માસ પૂર્ણ કરીને, વિક્રમ સંવત્ ૨૦૧૫ માં પોષ વદિમાં વિહાર કરીને શ્રી શખેશ્વરજી તીથે
Jain Education InternationBrivate & Personal Use Only.jainelibrary.org