________________
શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવને
- ૧ - શ્રી સુપાસ જિન વંદીએ, સુખ સંપત્તિને હેતુ લલના શાન્ત સુધારસ જલનિધિ, ભવસાગરમાંહે સેતુ લલના શ્રી-૧ સાત મહાભય ટાળ, સપ્તમ જિનવર દેવ લલના સાવધાન મનસા કરી, ધારે જિનપદ સેવ લલના...શ્રી-૨ શિવશંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન લલના જિન અરિહા તીર્થકરૂ, તિસરૂપ અસમાન લલના...શ્રી-૩ અલખનિરંજન વછલું, સકલજંતુ વિસરામ, લલના અભયદાનદાતા સદા, પૂરણ આતમરામ લલના...શ્રી-૪ વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભયસેગ, લલના નિદ્રા તંદ્રા દુરદશા, રહિત અબાધિત યંગ લલના...શ્રી-૫ પરમ પુરૂષ પરમાતમા, પરમેશ્વર પરધાન, લલના પરમ પદારથ પરમેષ્ઠિ, પરમદેવ પરમાન લલના...શ્રી-૬ વિધિ વિરંચી વિશ્વભરૂ, હષિકેશ જગનાથ લલના અઘહર અઘચન ધણી, મુકિત પરમપદ સાથ લલના...શ્રી-૭ એમ અનેક અભિધા ધરે, અનુભવ ગમ્ય વિચાર લલના જેહ જાણે તેને કરે, આનંદઘન અવતાર લલના....શ્રી-૮ *
F
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org