________________
- [૧ર૯
" - ૬ - આંખડીએ મેં આજ શત્રુંજય દીઠે રે,
સવા લાખ ટકાને દહાડો રે લાગે મુને મીઠે રે, સફળ થયે મારા મનને ઉમા,
- વહાલા મારા ભવને સંશય ભાગે રે, નરક નિયચ ગતિ દૂર નિવારી,
ચરણે પ્રભુજીને લાગે રે, શત્રુંજય૦ ૧ માનવ ભવને લાહે લીજે,
વહાલા મારા દેહડી પાવન કીજે રે, સોના-રૂપાને કુલડે વધાવી,
પ્રેમે પ્રદક્ષિણા દીજે રે, શત્રુંજય૦ ૨ દુધડે પખાળીને કેસર ઘોળી,
વહાલા મારા શ્રી આદીશ્વર પૂજ્યા રે, શ્રી સિદ્ધાચલ નયણે જોતાં,
પામેવાસી ધ્રુજ્યા રે, શત્રુંજય૦ ૩ શ્રી મુખ સુધમાં સુરપતિ આગે,
વહાલા મારા વીર જીણુંદ એમ બોલે રે, ત્રણ ભુવનમાં તીરથ મોટું,
નહીં કોય શત્રુંજય તેલે રે શત્રુંજય ૪ ઈન્દ્ર સરીખા એ તીરથની,
વહાલા મારા ચાકરી ચિત્તમાં ચાહે રે, કાયાની તે કાસળ કાઢી, સૂરજ કુંડમાં નાહે રે, શત્રુજ્ય પ કાંકરે કાંકરે શ્રી સિદ્ધક્ષેત્રે
વહાલા મારા સાધુ અનંતા સિધ્યા રે, તે માટે એ તીરથ મેટું,
ઉદ્ધાર અનંતા કીધા રે, શત્રુંજય૦ ૬
Jain Education InternationPrivate & Personal Useamly.jainelibrary.org