________________
૪૮ ]
મારી સિંધયાત્રા
બે કાઉસ્સગીયા
ઉપરનાં બે મોટાં તીર્થો ઉપરાન્ત, ગુડાબાલોતરામાં યતિશ્રી રાજવિજયજીના બગીચામાં પ્રાચીન બે કાઉસ્સગયા છે. તેના ઉપર ૧૨મીથી ૧૩મી શતાબ્દિ સુધીના લેખે છે. આ લેખો ઉપરથી જણાય છે કે
ખંડેરગચ્છ'ના શ્રીયશોભદ્રસૂરિના શિષ્ય શ્રીશાન્તસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી હતી. કહેવાય છે કે પાસેની જમીનમાંથી આ બે કાઉસ્સગિયા નિકળ્યા હતા. કાઉસ્સગિયા ઘણુજ મને હર છે. અહીં જંગલમાં રાખ્યા કરતાં કોઈ સારા મંદિરમાં આને બિરાજમાન કરવાની જરૂર છે.
જીવદયા પ્રચારક મંડળ,
- મારવાડના આ પ્રદેશમાં અનેક દેવ-દેવીઓની આગળ પશુવધ થયા કરે છે. શિકાર થાય છે. અને અનેક રીતે હિંસા થાય છે. ખાસ કરીને દેવીઓના મેળામાં હજારો પશુ–વધ પ્રતિવર્ષ થયા કરે છે. આ હિંસાને અટકાવવા માટે પ્રયાસ કરનારી આ દેશમાં એક જ સંસ્થા છે, અને તે ગુડાબાલોતરાનું “જીવદયા પ્રચારક મંડળ.' યતિશ્રી રાજવિજયજી અને બીજા સંચાલકો આ સંસ્થાકારા અહિંસા પ્રચારનું પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. યતિશ્રી ઘણું સજજન છે. સેવાભાવી છે ને વિદ્વાન પણ છે. ગુડાબાલોતરામાં અમારી જે જે પ્રવૃત્તિ થઈ, તે યતિશ્રી રાજવિજયજી, થતિશ્રી નેમવિજયજી અને જીવદયા પ્રચારક મંડળના સેક્રેટરી ભાઈ સનરાજજીના પ્રયત્નને આભારી હતી.
સિવાણાગઢ
મારવાડના અહિં સુધીના પ્રદેશમાં સિવાણું અને જાલોર એ બે ગામ વધારે ઉત્સાહી અને જિજ્ઞાસાવૃતિવાળાં દેખાયાં. ગઢ સવાણામાં સ્થાનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org