________________
૩૪] .
મારી સિંધયાત્રા
કહેવાની મતલબ કે ભયજનક અનેક વાતો અમારી પાસે આવવા છતાં, અમે તેથી બિલકૂલ બેદરકાર હતા. એમાં ત્રણ કારણ હતાં –એક તો સુતિનઃ પરિપત્તિ એ સિદ્ધાન્તમાં હું માનનારે. બીજું, એક નવો દેશ જેવાની તમન્ના. ત્રીજુ એવા દેશમાં જે ગુરૂદેવ કંઈ શક્તિ આપે, તો કંઈક સેવા કરવાની ભાવના. આ ત્રણ બાબતોએ મારા મનને એટલું બધું દઢ બનાવ્યું કે ગમે તે ભોગે સિંધમાં જવું તે ખરું જ.
સિંધ તરફ પ્રસ્થાન કર્યાના જેમ જેમ સમાચારો વર્તમાનપત્રમાં બહાર પડતા ગયા, તેમ તેમ મિત્રો, સ્નેહીઓ અને ભક્તોના પત્રોને રોજને રેજ દરેડે પડવા લાગ્યો. એ પત્રોમાં બેજ બાબતો હતીઃ અમારા સાહસ માટે અનુમોદના અને કેટલાકે તરફથી એવા દેશમાં નહિં જવા માટેની ભલામણ. સિંધના માર્ગો
| સિંધમાં પ્રવેશ કરવા માટે અનેક રસ્તાઓની સૂચિ અમે મેળવી હતી. ખાસ કરીને “ગવર્નમેન્ટ સર્વિસના” ટ્રીંગનેમેટ્રીકલના સિંધ સુધીના નકશા અમે મેળવ્યા હતા. સિંધમાં જવા માટે, જુદે જુદે સ્થળેથી અનેક રસ્તાઓ મૌજૂદ છે.
ગુજરાતથી આવનારાઓ માટે વીરમગામથી નગરપારકર થઈ ઈસ્લામકર, મીઠી, જુદો, મીરપુરપાસ થઈને હૈદ્રાબાદ અને કરાચી જઈ શકાય છે.
કાઠિયાવાડમાંથી મોરબી, માળીયાનું રણ, કચ્છ અને કચ્છમાંથી ખાવડાના રણમાં થઈને અથવા નખત્રાણું થઈને અડીના, ઠઠ્ઠા થઈને કરાચી જઈ શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org