________________
૩૨]
મારી સિંધયાત્રા
પૂર્વક પસાર પણ થવાય છે. પછી ભલેને ભયંકર રસ્તો હેય. આબુથી ઉદયપુર જતાં એક ભયંકર જંગલમાં અમે ઉતરી પડેલા, એવું ભયંકર કે આખી જીંદગીમાં કોઈ વખત નહિ જેએલું, છતાં નિર્ભયતા પૂર્વક તેમાં ચાલ્યા ગએલા. એક વખત માત્ર ૬ ફીટ ઉપર બેઠેલે વાઘ એકાએક મારી નજરે પડ્યો. જરાક ક્ષોભ થયો, પણ તત્કાળ વાઘ ઉઠીને પુંઠ ફેરવી ચાલતો થયો. જે કેાઈએ પહેલાંથી જ ડરાવી માવી હોત, તો વાઘ મળત કે ન મળત, પરંતુ આખું યે જંગલ ચારે તરફ આંખો ફેરવવામાં ને છાતીની ધડકનમાં જ પસાર થાત.
ભયના ભણકારા.
સિંધના વિહારના પ્રારંભમાં જ ભયના ભણકારા લોકોએ કાનમાં નાખ્યા હતા. “ સિંધ તે રાક્ષસી મુલક છે.” “સિંધમાં સાપનો એટલો બધે ઉપદ્રવ છે કે ચાલતાં ઉડીને માણસના માથા ઉપર ચડી બેસે અને ફૂંક મારી પ્રાણ લઈ ચાલતો થાય.” “ રેતીનાં રણ એટલાં બધા જબર છે કે એક વંટોળી આવે તો ગામનાં ગામ દટાઈ જાય.” “ માંસાહાર એટલો બધું છે કે કેઈ નાના ગામમાં તે આપણુથી ઉભું પણ ન રહેવાય, આવા પાપી મુલક આ છે.”
એકે તે ઉમેર્યું: “સિંધની ભૂમિજ એવી છે કે તે ભૂમિમાં પગ મૂકતાં જ બુદ્ધિ ભ્રષ્ટ થયા વગર રહેતી નથી.” આની પુષ્ટિમાં શ્રવણની કથા સંભળાવી. શ્રવણ એક કાવડના બે પલ્લામાં માતાપિતાને બેસાડી કાવડ પોતે ઉપાડી માતાપિતાને સડસઠ તીર્થની યાત્રા કરાવવા લઈ નિકળ્યા. ઘણું યાત્રાઓ કરાવ્યા પછી એક વખત માતાપિતાને ઉપાડી જતાં જતાં એના વિચારમાં પરિવર્તન થયું. “આ ઘરડાં ઢાંચાઓને ઉપાડી ઉપાડીને ક્યાં સુધી ફરીશ ?” ગુસ્સામાં કાવડ નીચે પટકી. માતાપિતાને કહ્યુંઃ “જાત્રા કરે તો કરે, નહિં તો પડે ખાડમાં, મારાથી હવે ઉપાડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org