________________
કંઇક કથની
[ પહેલી આવૃત્તિ). પ્રસ્તાવના લખવાને જે મારા માથેથી ઉતર્યો છે, એટલા માટે કે આ પુસ્તકનું “ આમુખ પ્રસિદ્ધ સાક્ષર શ્રીયુત ડુંગરશીભાઈ સંપટે લખ્યું છે. પુસ્તકના અંગે થોડીક કથની કથવાની છે, તે કશું છું.
શ્રી અરવિન્દ જોષે, પિતાને સન ૧૯૦૮માં જેલમાં રહેવાને કંઈક સમય મળતાં જેલના એકાન્ત જીવનમાં આધ્યાત્મિક પ્રેરણા મેળવી. લેકમાન્ય તિલકે જેલના જીવનમાં “ગીતા રહસ્ય” લખ્યું. આમ અનેક મહાનુભાવોએ જેલના એકાન્ત જીવનમાંથી એક અથવા બીજી રીતની પ્રેરણા મેળવી છે; અથવા પોતાના વિષયને લગતું કંઇને કંઈ સાહિત્ય સજર્યું છે. આ પુસ્તકની “જન્મકથા પણ એવાજ સંયોગવાળી છે.
૩૭ મા પ્રકરણમાં કહેવામાં આવ્યું છે તેમ, ગયા ભાદરવા મહિનામાં આ શરીર બિમારીના પંજામાં સપડાયું. તે દિવસથી જ ડોકટરે અને શુભેચ્છકો તરફથી એકાન્તવાસની ને તમામ પ્રવૃત્તિથી દૂર રહેવાની સપ્ત સજા મળી. બે ત્રણ મહિના આ સજા કઠોર રીતે ભોગવી. તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org