________________
હિંદમાં સિંધનું સ્થાન
પુરાણું શહેર ખંડેરરૂપે હાથ લાગ્યાનું વર્ષોથી જાહેર થયું છે. જમીનમાંથી નીકળેલાં મકાનનું બાંધકામ અને ઘરની રચના ઘણુ જ નવાઈ ઉપજાવે તેવી કહેવાય છે. કહેવાય છે કે ત્યાંની ગટરની રચના તે ઘણી જ અજાયબી ભરેલી છે. એમાંથી જવાહરાત, માટીનાં અને ધાતુનાં વાસણ અને એવી ઘણુ પુરાણ અનેક ચીજો નિકળી છે. ઇતિહાસકારે કહે છે કે પહેલાં આર્ય લેકેનું આ નિવાસસ્થાન હતું.
મેહન–જો–ડેરેનું જ્યારથી ખેદ કામ થયું છે, ત્યારથી પુરાતત્ત્વના શોખીનોમાં . ખૂબ જિજ્ઞાસા જાગી છે. આની શોધખોળે તે દુનિયાના શેાધકેને ભારતવર્ષની પ્રાચીન સંસ્કૃતિની સંપૂર્ણ ખાતરી કરી આપી છે. મોહન–જો–ડેરેનું ખરૂં નામ સિંધીમાં “મુહે જે ડેરે” એવું છે. અર્થાત મડદાંનો ઢગલો.
સિંધના એક ઇતિહાસકાર છે. ભેરૂમલજીએ “મેહન જે ડેરે' સંબંધી અંગ્રેજીમાં એક પુસ્તક લખ્યું છે. તેમણે પણ “મેહન જે ડેરે નો અર્થ “મડદાંનો ઢગલે.” એવો કર્યો છે. પ્રોફેસર ભેરૂમલજીએ આની ઉત્પત્તિ સંબંધી જણાવતાં બતાવ્યું કે- દલુરાય નામનો રાજા વિષયાંધ હતો. તેણે પોતાની ભાણેજ ઉપર કુદષ્ટિ કરી. રાજાને નિયમ હતે. કે “જે કન્યાનું ગામમાં લગ્ન થાય, તે કન્યાને પહેલી રાતે રાજા પાસે મોકલવી જોઈએ.” ભાણેજને માટે પણ આ નિયમ લાગુ પડતો હતો. તેણે પોતાની બેનને સૂચન કર્યું. બેન સખ્ત નારાજ થઈ, કેપિત થઇ, અને રાજાને શાપ આ.બેનના આ શાપથી રાજા અને તેનું નગર રસાતળમાં ધસી ગયું. આ ગામનું નામ હતું બ્રહ્માનાબાદ. અહિં મુડદાને જે ઢગલો બન્યો, તેના ઉપરથી “મહણ જે ઘરે– મેહન–જો–ડેરે નામ પડ્યું છે.'
બીજું પુરાણું સ્થાન “સિક્કર જે ડેરે.' આ પણ લારકાના જીલ્લામાંજ છે. અહિંથી ઘણું પ્રાચીન સિક્કા મળ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org