________________
હિંદમાં સિંધનું સ્થાન
(૭
મીરાને સમય,
આ પછી મીરાનો સમય આવે છે. ઇ. સ. ૧૭૮૧ થી ૧૮૪૭ સુધી મીએ રાજ્ય કર્યું. કહેવાય છે કે મારો બલુચિસ્તાનથી આવ્યા હતા. આથી તેઓને બલોચ કહેવામાં આવે છે. આમાં એક ટાઉખાન નામને બહાદુર પુરૂષ થઈ ગયો, તેથી તેઓ ટાલપુરા કહેવાય છે. સિંધની સત્તા મળ્યા પછી તેઓ મીર કહેવાયા.
અંગ્રેજી સમય
- ઈ. સ. ૧૮૦૯ માં મીર અને અંગ્રેજો વચ્ચે પહેલ વહેલા કરાર થયા. અર્થાત્ તેઓની પહેલી મિત્રતા બંધાઈ. સ્વાર્થની મિત્રતા ક્યાં સુધી રહે ? ઇ. સ. ૧૮૪૩ માં મીર નસીરખાન અને અંગ્રેજી લશ્કરની વચમાં મીયાણું આગળ મોરચાં મંડાયાં. અંગ્રેજે તરફનો નાયક સર ચાર્લ્સ નેપીયર હતા. આ લડાઈમાં અંગ્રેજોની જીત થઈ. મીર નસીરખાન અને બીજા મીરે પોતાનાં હથીઆર મૂકી દઈ નેપીયરની શરણે ગયા. તા. ૧૯-૨–૧૮૪૩ ને દિવસે હૈદ્રાબાદના કિલ્લા ઉપર સર ચાર્લ્સ, નેપીયરે અંગ્રેજી વાવટો ફરકાવ્યો. કહેવાય છે કે નાઉમલ ભેજવાણી નામના કે પ્રખ્યાત હિંદુએ આ વખતે અંગ્રેજ સરકારને સારી મદદ કરેલી. ઈ. સ. ૧૮૪૮ માં આ સિંધ મુંબઈ ઇલાકા સાથે જોડી દેવામાં . આવ્યો. તે પછી ઇ. સ. ૧૯૩૬ ના એપ્રીલથી સિંધ પ્રાંતને એક સ્વતંત્ર પ્રાંત બનાવવામાં આવ્યો.
પરિવર્તન.
સિંધના ઈતિહાસની આટલી થોડી પણ ઝાંખી કરનાર કલ્પના કરી શકે કે આ દેશ એક વખતે કેવો હોવો જોઈએ? હમણાં હમણાં સુધી પણ લૂટફાટ, અત્યાચાર, તોફાનો અને કતલાન કિરસા આપણે સાંભળતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org