________________
પરિશિષ્ટ ૮ મ્હારી દ્રષ્ટિએ મુનિ મહારાજશ્રી વિદ્યાવિજ્યનું
વ્યક્તિત્વ
– લેખિકા – કુમારી પાર્વતી અડવાણી બી. એ.
( હૈદ્રાબાદ સિંધ) આદ્યાત્મિક ભૌતિકવાદને જ જીવનને મહામંત્ર સમજી તેનું રાત દિવસ રટણ કરનાર વર્તમાન જગત સમક્ષ આત્મબળની વાતો કરવી અને એ આત્મબળના દષ્ટાંતરૂપ કે મહાવિભુતિ, કે જેણે એની કામના જીવનમાં અજબ પરીવર્તન આણેલાં છે અને તેમનાં બળી જળી રહેલાં જીવનમાં સુમધુર સુવાસ પ્રસરાવી છે – એમના વિષે બે શબ્દો કહેવા એ કદાચ વિસ્મય પમાડનારું લાગશે. પરંતુ, ભૌતિકવાદને પ્રચાર અન્ય પ્રદેશમાં ગમે તેટલો થયો હોય તે પણ હિંદુસ્થાન તો આજ પર્યત મહઓ અને મુનિરાજોને જગતના તારણહાર તરીકે ગણતું આવ્યું છે; અગર જો હું એક મહાત્મા પુરુષને સંદેશ મહારાં દેશના ભાઈ બહેનને પહોંચાડવા કોશિષ કરું તો તે નિરર્થક તે નહિજ લેખાય.
દરેક પર્વતમાંથી હીરા નથી નીકળતા; તેમ હજારો હીરા પર્વત સિવાય અન્ય કશેથી પણ નથી મેળવી શકાતા. પ્રત્યેક સાધુ મેક્ષ પ્રાપ્ત કરી શકાય એવો સંદેશો નથી આપી શકતા પરંતુ જેને આત્મજ્ઞાન થયું છે તે મહા પુરૂષ જ પરમ શાંતિના માર્ગ ભણું આપણને દોરવી લઈ જઇ શકે છે. છેલ્લાં ત્રણ વર્ષ થયાં સિંધને એક મહાન મુનિશ્રીના આગમનને અલભ્ય લાભ મળ્યો છે. તેમની આસપાસ પ્રત્યેક ઠેમના જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org