________________
૪૮]
મારી સિંધયાત્રા
પુરાણું લોકેતિ કોઈ અંધશ્રદ્ધાળુ કે ઝનુની મતવાદીની ભલે હોય પણ અહિં તે આપદ્ ધર્મ તરીકે જીવ રક્ષા માટે નહિ પણ, પિતાને ધર્મ વિચારી, જીવાત્માના કલ્યાણર્થે સ્વેચ્છાએ આનંદપૂર્વક જૈન મંદિરમાં અનેક બુદ્ધિશાળી જૈનેતર ધર્મ પ્રેમી બધુઓ અને બહેનને આવતા અને ઉમંગથી ભાગ લેતાં મેં મારી સગી આંખે જોયા છે. એમાં પુજ્ય મુનિ મહારાજ વિદ્યાવિજયજીનું સમદશીપણું આજે સર્વ ધર્મ સમન્વય સાધવાની અને પ્રબોધવાની અપુર્વ કળા જ જવાબદાર છે. એઓશ્રીને સર્વ ધર્મ, મત, પંથ તરફ સમભાવ, આદર અને અનુકંપા જાણીતાં છે.
એઓશ્રીના ઉપદેશે આજે સાહિત્ય, જૈનેતરને પણ જૈન સાહિત્ય વાંચતા અને વિચારતાં કીધા છેઃ જૈન ધર્મ સર્વમાન્ય સિદ્ધાંતો, બીજા મત પંચના મુકાબલે સગર્વ મુકી શકાય તેવા વિશાળ અને ઉચ્ચ છે એમ એઓશ્રીએ પોતાના પ્રવચન દ્વારા પ્રબોધ્યું છે અને જનતાને એમ માનવા પણ પ્રેયી છે.
એઓશ્રીના પ્રવચનમાં વિકતા દેખાડવાનો ડોળ નહે કે નહેતી વેદાંતની ઉચ્ચ ફિલસુફીની માથાકુટ.
પરંતુ સર્વ સાધારણ જન સમાજને દરરોજના વહેવારમાં ઉપયોગનું થઈ પડે અને માર્ગદર્શક થાય તેવું સીધુ સાદું પણ નક્કર અને હૃદયસ્પર્શી કથન હતું સાધુ સંસ્થાને શુદ્ધ રાખવા એણે હરહંમેશ માર્મિક ઘા કરવામાં બાકી નથી રાખ્યું. એને સુધારવા કે જેથી ગૃહસ્થોના તે બોજા રૂપ કે ટીકા પાત્ર ન બને એ જેવા એઓશ્રી હરહંમેશ આતુર રહેતાઃ સાધુ કાષાય વસ્ત્રને કે એના વેશને શોભાવે. સાધુ જીવન જીવે અને જીવાડે એ એની તમન્ના હતીઃ ગૃહસ્થને ધર્મ લાભ આપવા માટે તે એઓશ્રીએ પિતાનું જીવન આપ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org