________________
" પરિશિષ્ટ ૧
૪૧૫
પિતાના ધર્મનું રહસ્ય સમજાવ્યું હતું. આમ ત્રણ ત્રણ દિવસ ધર્મની અહાલેક હજારો માણસેએ જમાવી હતી.
કેટલી કેટલી પ્રવૃતિઓની નોંધ લખવી? અઢી વરસ આ શહેરમાં રહી મહારાજશ્રીએ અહિંસાને અદ્ભુત સંદેશ સિંધ ભરમાં ફેલાવી દીધા છે. આજે અમે જોઈએ છીએ તેમ એ સજેશ સિંધી પ્રજા ઉપર તેના કાન ઉપર પહોંચી ગયા છે અને મહારાજના પ્રસ્થાન વખતે તેમજ પ્રસ્થાનમાં સાથે એક સિંધી ભક્ત મંડળ પણ હાજર થએલ છે.
મહારાજ હજુ પાંચેક વરસ સિંધ આખામાં ભ્રમણ કરે તે અજબ જેવા સુધારા થાય. મુસ્લીમ પ્રજામાં પણ તેમને માટે ઉચ્ચ અભિપ્રાય છે. પરંતુ સાધુ ધર્મના પાલન અર્થે તેમને કેટલીક સંકડામણે પણ અનુભવવી પડે છે. મહારાજશ્રી ફરીથી સિંધમાં પધારે એવી આશા રાખી તેમના સુખરૂપ ભૂજ પહોંચી જવાના વિજયપંથને વિજયવંતે પ્રબુ બનાવે એમ ઈચ્છીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org