________________
૪૦૦ ]
મારી સિયાત્રા
જે વેષભેદ કે નથી જે દેશભેદ. દરેક કામ અને દરેક જાતિના ગૃહસ્થોએ અને સાધુસંતેએ ઉદારતા પૂર્વક મને અપનાવ્યો અને સાથ આપે. ખરી રીતે મારી યત્કિંચિત પ્રવૃત્તિમાં પણ સર્વાધિકશ્રય કરાચીવાસીઓનેજ હોવા છતાં બધે ય યશ મને અર્પવા સુધીની એમની ઉદારતા યે તે હદ કરી છે.
સ્મારકની ચર્ચા
જેની ખાસીયત જ બીજાની કદર કરવાની પડેલી હોય છે, તેઓ ગમે તેવા નાના પ્રસંગમાં પણ બીજાની કદર કરવા તૈયાર થાય છે. એક પ્રસંગે શહેરના પ્રસિદ્ધ નાગરિકે પૈકી કબીરપંથના આચાર્ય સ્વામી બાલકૃષ્ણદાસજી, ભાઈ જમશેદ મહેતા, શ્રી દુર્ગાદાસ એડવાની, શ્રી હીરાલાલ ગણાત્રા, ડે. ત્રિપાઠી અને “પારસીસંસાર” ના અધિપતિ દસ્તુર સાહેબ વિગેરે મારા નિકટના મિત્રોએ શહેરીઓની એક બે સભાઓ ભરી મારી સેવાના બદલામાં કોઈપણ સ્મારક રાખવાની પ્રવૃતિ શરુ કરી. સ્મારક તો તેઓનું હોય કે જેમણે કોઈપણ કામ કે દેશને માટે કંઈપણ બલિ દાન આપ્યું હોય. મારા જેવો સાધુ કે જેનો ધર્મજ ધાર્માધિકારસ્તે ના સિદ્ધાંતનો નિર્માણ થયો છે, તેનું વળી સ્મારક શું? ખબર પડતાં હિલચાલ કરનારા આગેવાન મહાનુભાને મારી પાસે બોલાવી વિનમ્રભાવે તેમને આભાર માની એવી હીલચાલ ન કરવા માટે જણાવ્યું. આ હલચાલ બંધ રહ્યા પછી પણ, કરાચીની જનતા એક યા બીજી રીતે પિતાની ભાવના અને પોતાની ઉદારતાને બતાવ્યા વિના ન રહી શકી.
માનપત્ર
ધાયી કરતાં વધુ સમય રોકાઈ કરાચીથી પ્રસ્થાન કરવાની તૈયારી ચાલી રહી હતી. મહાસુદિ સાતમને દિવસ પ્રસ્થાન માટે નિશ્ચિત થયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org