________________
૩૬]
મારી સિંધયાત્રા
સેવકોની સેવાની થકિંચિત્ પણ કદર કરવી, એ વ્યવહારની દૃષ્ટિએ ગૃહસ્થને માટે અગત્યનું છે. અને એટલા માટે શ્રી સંઘ તરફથી તેઓને માન આપવાનો એક મેળાવડે એક રવિવારે જૈન ઉપાશ્રયના હેલમાં મુનિરાજ શ્રી જયતવિજયજીના પ્રમુખપણ નીચે કરવામાં આવ્યો હતે. આ વખતે સંઘના સેક્રેટરી શ્રીયુત મણલાલભાઈ મહેતા અને ખુશાલભાઈ વસ્તાચંદ વિગેરેએ ડાકટર સાહેબની સેવામાં ખૂબ વખાણ કર્યા હતા. સંથારાવશ હેવાના કારણે હું સભામાં નહિં જઈ શકયો હતોપરંતુ મેં એક સંદેશ મોકલ્યો હતો. જેમાં આશીર્વાદ આપવા સાથે એ પણ જણાવ્યું હતું કે –
મારી આ બિમારીમાં મને જે કંઈ દુઃખ થઈ રહ્યું છે તે બે બાબતનું છે. એક મારા નિમિત્ત ઘણાઓને ઉઠાવવી પડેલી તકલીફનું અને બીજુ મારે સેવવા પડેલા અપવાદોનું. કેટલાક વર્ષોથી મારા મનમાં એમ થયું છે કે મારા નિમિત્ત બીજાઓને તકલીફો ઓછી ઉઠાવવી પડે, એવી રીતે મારે મારું જીવન જીવવું.” પણ આવી બિમારી પ્રસંગે લાચારીથી મારા નિમિત્ત બીજાઓને ઉઠાવવી પડતી તકલીફો મારે જોવી પડે છે. “અપવાદેનું સેવન' એ પણ મારા માટે દુઃખનું પરતુ લાચારીનું કારણ બન્યું છે. જૈનશાસ્ત્રકારોએ અપવાદનું વિધાન જરૂર ક્યુ છે. અને તે “ઉત્સગની રક્ષાને માટે. ચાલતી ટ્રેન કેઈ અક
સ્માત પ્રસંગે સાકળ ખેંચ્યા વિના છુટકે નથી થતો અપવાદને હું સાંકળ ખેંચવાના સ્થાનમાં મૂકું છું. મારી આ બિમારીમાં જાણતાં કે અજાણતાં અનેક વાર સાંકળે ખેંચાણી હશે; પરન્તુ તે મારે માટે અશક્ય પરિહાર હતો.”
આ પ્રસંગે મુંબઈવાળા દાનવીર શેઠ કાંતિલાલ બકેરદાસ તરફથી ૫૦૦ રૂપિયા અને કરાચીના શેઠ રવજી ઝવેરચંદની પેઢી તરફથી ભાઈ મેહનલાલ કાળીદાસે ૧૨૫ રૂપિયા, એમ ૬૨૫, રુપિયાની એક થેલી ડે. ન્યાલચંદને પસ તરીકે આપવામાં આવી હતી.
- ડે. ન્યાલચંદે સંઘને અને બધાઓનો ઘણે ઘણે આભાર માન્યો હતા. અને પોતાનું કર્તવ્ય સમજીને તેમણે સેવા કરી છે. એમાં કંઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org