________________
૩૦]
મારી સિધયાત્રા
૧૯૯૪ ના ભાદરવા વદિ પાંચમને દિવસ હતો. હું મારા રૂમમાં પાટ ઉપર બેઠો હતો. પાટનો પાયો પકડીને મારા પ્રિય શિષ્ય મહુવા બાળાશ્રમના સુપ્રીન્ટેન્ડેટ ચુનીલાલ શિવલાલ ગાંધી બેઠા હતા. બીજા પણ એક બે જણ ત્યાં મૌજદ હતા.
“ચુનીભાઈ! જરા છાતીએ બામ લગાવો. કંઇક છાતીમાં દુ:ખાવા જેવું લાગતાં મેં ચુનીભાઇને કહ્યું. બામ આવે છે ત્યાં સુધીમાં કંઇક ગભરામણ વધી. “ચુનીભાઈ, જરા શ્રી જયન્તવિજયજીને કહો કે કેાઇને મોકલી ડોકટરને બોલાવે.” મૃત્યુ એ શું છે?
આટલું કહ્યા પછી શું થયું, એની મને ખબર નથી. કેટલાક વખત પછી આંખ ઉઘાડું છું તો, ડે. મિસ્ત્રી, ડે. વિશ્વનાથ પાટીલ, ડે. ન્યાલચંદ દેસી-એ ત્રણ ડોકટરે અને ભાઈ એદલ ખરાસ, સાધુઓ, હૈદ્રાબાદવાળાં બહેન પાર્વતી અને બહેન ચંદ્રિકા તેમજ ઉદયપુરના મહેમાન અને સંઘના આગેવાને મારી ચારે તરફ ઘેરાએલા રડતી સુરત ઉભેલા, તેમને એકજ દષ્ટિથી મેં જોઈ લીધા. બસ, આજ મારી બિમારીની શરુઆત–મારી જીવનનૌકાની ડામાડોળ સ્થિતિ? દશ્ય પ્રત્યક્ષ બતાવી આપતું હતું, કે આ જીવનની નૌકા હમણાંજ પાતાળે પહોંચી જશે. તે સમયની મૂછિત અવસ્થામાં શું થયું હતું ? એની મને ખબર નથી. પણ અર્ધજાગ્રત અવસ્થામાં અને એકજ દષ્ટિએ આ બધું ભયંકર દશ્ય જોયા પછી, મને એમ થયું કે ખરેખર મારી ડૂબેલી નૌકા કંઈક ઉપર આવી છે. પણ એ ખ્યાલની સાથે જ મને એમ પણ થયું કે જે સમયમાં મારી નૌકા ડૂબતી હતી અથવા ડૂબી હતી, તે સમયે ગંભીર નિદ્રા સિવાય બીજું શું હતું? મૃત્યુને જગતે એટલું બધું ભયંકર બતાવ્યું છે કે જેના નામથી લોકે ત્રાસ પામે છે. પણ મૃત્યુના મુખમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org