________________
- ૩૬૪] .
મારી સિંધયાત્રા
રામબાગના મેદાનમાં થઈ હતી. આ પ્રસંગે કેટલાક કાર્યકર્તાઓના નિમંત્રણને માન આપી આશીર્વાદાત્મક થોડું વિવેચન કરેલું. ઘંઘાટ અને અવ્યવસ્થા એટલી બધી હતી કે કેઈપણ વક્તાને ભાગ્યે જ સૌએ સાંભળ્યા હશે.
૪ શિક્ષક સંમેલન–કરાચી મ્યુનિસીપલ સ્કૂલોના શિક્ષકનું એક સમેલન મ્યુનીસીપલ સ્કૂલબોર્ડના એડમીનીસ્ટ્રેટીવ ઓફીસર શ્રીયુત અનન્ત હરિ લાગૂ સાહેબના પ્રમુખપણ નીચે મહાવીર વિદ્યાલયના કમ્પાઉન્ડમાં થયું હતું. આ પ્રસંગે શિક્ષકેની જવાબદારી
એ વિષય ઉપર વ્યાખ્યાન આપવાને પ્રસંગ મળેલો. પંજાબી, ગુજરાતી, સિખ અને સિંધી વિગેરે શિક્ષકે સારી એવી સંખ્યામાં હતા.
૫ શારદા મંદિરને વાર્ષિક મેળાવડ–કરાચીના જાણીતા શારદા મંદિરે ૧૭ વર્ષ પૂરાં કરી ૧૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો, ત્યારે એક ખાસ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. આ દિવસે સવારના ૫ થી ધૂપની સુગન્ધી અને પ્રાર્થનાના નાદથી વાતાવરણ ઘણું જ પવિત્ર બનાવવામાં આવ્યું હતું. ૮ વાગે સભા ભરવામાં આવી હતી. સંસ્થાના સંચાલક ભાઈ મનસુખલાલ જોબનપુત્રાએ સંસ્થાને સત્તર વર્ષને ટ્રકે ઇતિહાસ કહી સંભળાવ્યો હતો. જેમાં સંસ્થાને થતાં વિદન અને સંસ્થા માટે થતી “લેકનિંદા' સંબંધી પણ દિલગીરી જાહેર કરી હતી.
આ પ્રસંગે વડીલ વિદ્યાર્થી મંડળ સ્થાપવાનું સદ્ભાગ્ય મને સાંપડયું હતું. - ૬ ગુજરાતી ગ્રેજ્યુએટ એસોસીએશન–તા. ૧૦ મી જુન ૧૯૩૮ ના દિવસે “કારિયા હાઈસ્કૂલના વિશાળ હેલમાં કરાચીના ગુજરાતી ગ્રેજ્યુએટ એસોસીએશન” તરફથી તત્ત્વજ્ઞાનની ચર્ચાને એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org