________________
મારી સિધિયાત્રા
-
-
-
-
-
-
-
-
- -
-
-
આંધળાઓને અહિં રાખીને, આંધળાઓને માટે મુકરર થએલી લિપિમાં લખવા-વાંચવાનું તેમજ સંગીત અને કેટલાક હુન્નર-ઉદ્યોગનું કામ શિખવવામાં આવે છે. ૨૦ મી ડીસેમ્બર ૧૯૩૭ના દિવસે વીસનગરવાળા શેઠ મહાસુખભાઈ ચુનીલાલ, પારસી ગૃહસ્થ ભાઈ એદલ ખરાસ, સિંધી ગૃહસ્થ ભાઈ ગેવિન્દ મીરચંદાની અને બીજા કેટલાક ગૃહસ્થા સાથે અમે
આ સંસ્થાની મુલાકાત લીધી હતી. પ્રીન્સીપાલ શ્રીયુત એડવાનીએ બધા વિભાગે બતાવ્યા હતા. શ્રી મૂર્તિપૂજક જનસંઘ તરફથી તમામ વિદ્યાથિઓને કામળા આપવામાં આવ્યા હતા. સંસ્થાને અંગે એક નિરાધાર
અપંગ ખાતુ પણ રાખવામાં આવ્યું છે કે જેમાં રેગી અને “નિરાધાર દુખીઓને સ્થાન ” આપવામાં આવે છે. આ વિભાગ જોતાં કોઈપણ માણસનું હદય પીગળ્યા વગર ન રહે અને કર્મની વિચિત્રતાનું પ્રત્યક્ષ દશ્ય ત્યાં દેખાય છે.
૫. મામા ગર્લ્સ હાઈસ્કૂલ-પારસીઓની આ પણ એક સંસ્થા બહુ જોવાલાયક છે. ખાન બહાદુર મામા સાહેબની લાખે ની સખાવતનું આ સંસ્થા એક પરિણામ છે. તા. ૭ મી ડીસેમ્બર ૧૯૩૮ ના દિવસે પ્રસિદ્ધ આર્ટીસ્ટ ભાઈ વાડીલાલ કપાસીની સાથે આ સંસ્થાની અમે મુલાકાત લીધી હતી. ખાનબહાદુર મામા સાહેબ, ખાન બહાદુર કેન્દ્રાકટર સાહેબ અને હાઈસ્કૂલના પ્રીન્સીપાલ વિગેરેએ અમને સ્કૂલનાં બધા બધા વિભાગો બતાવ્યા હતા. શિક્ષણ ઉપરાંત સ્ત્રીઓને યોગ્ય રસોઈનું, ૫ડા દેવાનું, ભરવાનું, ગુંથવાનું વિગેરે અનેક જાતનું શિક્ષણ અહિં આપવામાં આવે છે. સાથે ડ્રીલ અને એવી સ્કાઉટીંગ સંબંધી ઉપયોગી તાલીમ પણ આપવામાં આવે છે.
વ્યાખ્યાનો
ઉપર પ્રમાણે સંસ્થાઓની મુલાકાત લેતાં લગભગ દરેક સ્થળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org