________________
૩૧૮ ]
મારી સિંધિયાત્રા
-
-
-
માણેક બહેન અને બીજા કેટલાક ભાઈઓ બહેને બેઠા હતા. સુંદર ધર્મચર્ચા ચાલી રહી હતી. એક ગૃહસ્થ મને બહાર લાવી ખબર આપ્યા કે “રમેશવિજય ચાલ્યા જવાની તૈયારી કરે છે. ન્યાલચંદ કુવાડિયાને મોકલે. એમ શ્રી જયતવિજયજી મહારાજ મલીરથી ટેલીફેનથી કહેવરાવે છે. (શ્રી જયતવિજયજી મહારાજ ત્રણ સાધુઓ સાથે તબીયતના કારણે મલીર રહેતા હતા, જેમાં નવદીક્ષિત રમેશવિજય પણ હતો.) મારા માટે આ ખબર બિલકુલ નવા હતા. સ્વપ્નમાં પણ ખબર ન હતી કે રમેશવિજય જવાને વિચાર કરતો હોય. છતાં મારા મોઢેથી નિકળ્યું
જતો હોય તે જવા દેજે. જરા યે રેકશો નહિ.” હું મારા રૂમમાં આવીને પાછા અધૂરી રહેલી ચર્ચાને આગળ ચલાવવા લાગ્યો. થોડીવારે પાછે તે માણસ આવ્યો અને તેણે ખબર આપ્યા કેઃ “ટી. જી. શાહે આપેલાં કપડાં પહેરીને અને આપેલા પૈસા લઈને તે ચાલ્યો ગયે. મીરપુરખાસ ખબર આપ કે રાયસાહેબ ( રેલવેના કંટ્રોલર હરગોવિંદદાસભાઇ ) તેને અટકાવે.” મેં કહ્યું: “શ્રી જયન્તવિજયજી મહારાજને કહે કે રોકવાની જરૂર નથી. જવા દ્યો. ” પાછો હું મારા આસને આવી બેસી ગયાં અને જ્ઞાનચર્ચા ચલાવી. બેઠેલાઓને રતીમાત્ર પણ ખબર ન પડી કે હું શા માટે બે વખત બહાર નિકળ્યો ? જ્યારે ગામમાં કોલાહલ થયો અને સંધના બેડ ઉપર તે વાત આવી, ત્યારે જ તે મહાનુભાવોએ બીજા દિવસે બહુ આશ્ચર્ય સાથે મને પૂછ્યું કેઃ “આ કયારે બન્યું?” મેં કહ્યું: “ આપણે કાલે ચર્ચા કરતા હતા ત્યારે !' એમના આશ્ચર્યને પાર ન રહ્યો. મેં કહ્યું: “આમાં તમારે આશ્ચર્ય કરવા જેવું કંઈ નથી. સાઠ-સાઠ વર્ષના બુઠ્ઠાઓ, પચાસ પચાસ વર્ષના ચારિત્ર પાલનારાઓ કોઈ ઘોર પાપના ઉદયથી ચારિત્ર છોડી ચાલ્યા જાય છે, તે પછી આ બિચારે છવ ચાલ્યો ગયો, તે એમાં શું આશ્ચર્ય છે?, અને હું તે એમાં રવાના કરનારને જરા યે દેષ જોતો નથી. એ બિચારો ગયો એ તે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org