________________
નવરાત્રિ આદિમાં પ્રવૃત્તિ
[ ૨૮૭
વલંટીયર રેકીને ધર્મને નામે જ્યાં જ્યાં હિંસા થાય છે, ત્યાં દેખરેખનાં પગલાં લેવાનાર છે.
જૈન ભાઈઓના આ કાર્યને અમે સ્તુત્ય ગણીએ છીએ, અને આ હિંસાવિરોધનું કામ કરવામાં જૈન ભાઈઓની સાથે તમામ મતના હિંદુ ભાઈઓ ભળશે, અને ઉત્સાહથી સાથ-સહકાર આપશે, એવી ઉમેદ રાખીએ છીએ.
કેમકે અગાઉ કહ્યું તેમ ધર્મના નામે થતા પશુવધ ખાસ તજવા જોગ છે. અને એ વધને અટકાવવામાં હિંદુ ધર્મની અને હિંદુ ધર્ભિયાની મહત્તા છે. "
“ હિતે” તા. ૧૦ ઓક્ટોબર ૧૯૪૭ આમ સ્થાનિક પત્રોની સુચનાઓથી જેમ કાર્યકર્તાઓમાં અપૂર્વ જેર આવવા પામ્યું હતું, તેવી જ રીતે જેને ઉપરાંત જૈનેતરાએ પણ ખૂબ ઉત્સાહથી આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો.
1. બરાબર આસો સુદિ ૬ થી ઠરાવ્યા પ્રમાણે પ્રવૃત્તિ શરુ કરવામાં આવી હતી.
પ્રભાત ફેરી–આસો સુદ છઠ રવિવારથી પ્રભાતફેરી શરુ કરવામાં આવી હતી. સવારના સાડા પાંચ વાગે તો જૈનમંદિરનો ચેક સ્ત્રી પુરૂષોથી ભરાઈ જતો હતો. સ્વયંસેવકે પાંચ વાગ્યાથી મહાલે મહેલે બ્યુગલોને અવાજ કરી લોકોને જાગ્રત કરતા હતા. અમે અમારા ક્રિયાકાંડથી નિવૃત્ત થતાં છ વાગે પ્રભાત ફેરી શરુ કરવામાં આવતી.
સેંકડે સ્ત્રીપુરૂષો-જન અને જૈનેતર આ પ્રભાતફેરીમાં શરીક થતા. સ્ત્રીઓ અને પુરુષ બબ્બેની લાઈનમાં ગોઠવાઈ જતાં. ઉત્સાહવર્ધક અને જીવદયાના પ્રચારનાં ભજને લલકારાતાં. આગેવાનો છૂટે હાથે જુદી જુદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org