________________
... નવરાત્રિ આદિમાં પ્રવૃત્તિ
[ ૨૮૩
બેસાડવા, તેની નોંધ કરવામાં આવી. તે બધાં સ્થાનો માટે ત્રણ દિવસનો અખંડ પહેરે ભરવા માટે સ્વયંસેવકે અને સ્વયંસેવિકાઓની ટુકડીઓ મુકરર કરવામાં આવી.
ઉત્સાહ ભારે હતો, અને તેમાં યે બહેનના ઉત્સાહ માટે તે જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.
ખર્ચની વ્યવસ્થા-સવાલ ખર્ચને હતો. કરાચીના ભાઈઓના સ્વભાવથી હવે તે હું પરિચિત થયે હતે.આવું નાનકડું કામ પણ કોઇ એકજ ગૃહસ્થ કરે, એવી આશા મને ઓછી હતી. એટલે મેં યોજના મૂકી કે
જીવદયા ઉપર પ્રેમ રાખનાર અને આ પ્રવૃત્તિને અનુમોદન આપનાર કોઈપણ ગૃહસ્થ, પછી તે ભાઈ હેય કે બહેન, પોતાની રાજીખુશીથી માત્ર એકજ રુપિયે આપે.” અંદાજ પ્રમાણે ૩૦૦ રૂપિયા ભેગા કરવાના હતા. જરા પણ આનાકાની સિવાય સૌએ એક એક રૂપિયો નેંધાવી દીધે. ખીસ્સામાં હતા તેણે રોકડ પરખાવ્યો. માત્ર પાંચ મિનિટમાં તે એકજ સભામાંથી ૩૦૦ રૂપિયા ભેગા થઈ ગયા. મહારાજ, કયાંય અમારા ઉપર આ ખર્ચને બેજે ન નાખે, એ ભય રાખનારાઓને પણ એ ભયમાંથી મુક્તિ મળી. અને સૌને પુણ્યનો લાભ મળ્યો.
કમીટી–આ વખતે જે કમીટીઓ મુકરર કરવામાં આવી, તેમાં આઠ ગૃહસ્થની સુપરવાઈઝીંગ કમીટી કરી; બે ગૃહસ્થની નાણું વસુલ કરનાર કમીટી કરી; ત્રણ ગૃહસ્થાની પ્રેસ પ્રચારક કમીટી કરી અને છ ગૃહસ્થની નિમંત્રણ કમીટી કરી. આ નવ સ્થાનેએ પહેરે બેસાડવાનું નકકી કર્યું. લગભગ દોઢસો જેટલા યુવકેએ, જેમાં પંદર બહેન પણ હતી, પહેરા ઉપર રાતદિવસ ઉજાગરા કરવાનું કબૂલ કર્યું. વધારે ખુશી થવા જેવું તે એ હતું કે જે બહેનેએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org