________________
કરાચીમાં પ્રવૃત્તિ
આ ઉપરાન્ત “પારસી સંસારમાં પ્રકટ થતી વ્યાખ્યાનમાળાએના લીધે, તેના વાંચનારાઓને જે લાભ થતો હતો, તે સંબંધી સંખ્યાબંધ પત્રો, તે પત્રમાં પ્રકટ થતા હતા.
આમ અહિંની પ્રવૃત્તિને પડઘે બહારની જનતા ઉપર પડવામાં અહિંના પાને સહકાર અમને વધારે ઉપકારક થયો હતો, એ પુનઃ કહેવાની ભાગ્યેજ જરૂર રહે છે.
વધુ સ્થિરતા
, સિંધ, અમારા જેવા સાધુઓને માટે જેમ નવું ક્ષેત્ર હતું તેમ અહિં કાર્ય કરનારાઓને માટે વિશાળતા પણ ઘણું છે. વિહારમાં થએલા લાભ ઉપરથી અને કરાચીની એક ચતુર્માસની પ્રવૃત્તિ ઉપરથી અમને તો લાગ્યા કરતું કે જે સંયોગો અનુકૂળ હોય તે આ દેશમાં પાંચ વર્ષ વિચરવું અને ખૂબ કાર્ય કરવું. પરંતુ માનનીય બંધુ શ્રી જયન્તવિજયજી મહારાજની આખા ચતુમસની લાંબી બીમારીના કારણે અમારી મંડળી જલદી સિંધ છેડવાને ઉત્સુક થઈ ગઈ હતી; તેમ છતાં અહિંના પત્રકારોએ, અહિંની સમસ્ત જનતાએ અને અહિંના સંધે પોતાની હાર્દિક લાગણું એટલી બધી બતાવી અને એટલો બધો આગ્રહ કર્યો કે ગમે તે ભાગે અમારે બીજા ચતુર્માસની સ્થિરતા કરવી પડી.
ઉપર કહેવામાં આવ્યું છે તેમ, કરાચીના જે જે પાએ અમારી મંડળીને, પિતાના અગ્રલેખો દ્વારા કરાચીમાં વધુ સ્થિરતા માટે આગ્રહ કરી, પોતાની લાગણી પ્રદર્શિત કરી, તેમજ અમારી થેડી સેવાની પણ મોટી કદર કરી, તેમાંના એક–પારસી સંસાર –ના એક લાંબા અગ્રલેખમાંથી થોડા ફકરા અહિં આપવા ગ્ય ધારું છું –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org