________________
રપ૦ ]
મારી સિંધયાત્રા
જે કાર્યમાં વિઘ નથી આવતું, એ કાર્ય કાર્ય જ નથી. એ તો બાળકોની રમત છે, વીરોની નહિ. અને જે કાર્યમાં જેટલાં વધારે વિધ્રા, તે કાર્ય તેટલું જ વધારે મહત્ત્વનું. વિક્ટ્રોની વચ્ચે થઈને આગળ વધે.” - મને લાગ્યું કે કેવળ હતાશ થઈને બેસી રહેવાથી તે કાંઈ ન વળે. “શુમે ય ચર્ચિ7. ઉપરાન્ત મુનિરાજશ્રી જયન્તવિજયજીએ મને હિમ્મત આપતાં કહ્યું: “મારી બિમારીથી ગભરાશે નહિ, તમે તમારું કાર્ય ચલાવે રાખે. સેવા કરનારા સાધુઓ અને ગૃહસ્થો છે.” એમના શબ્દોથી મને પ્રોત્સાહન મળ્યું. બે દિવસ આરામ લઇ મેં મારું કામ શરૂ કર્યું.
અમારી પ્રવૃત્તિમાં સંઘના સેક્રેટરી ભાઈ મણિલાલ લહેરાભાઈ મહેતા, શ્રી સંધ તરફથી જેમ યોગ્ય વ્યવસ્થા કરવાને હર સમય તૈયાર રહેવા લાગ્યા, તેમ બીજા ઉત્સાહી યુવકે દરેક કાર્યને પહોંચી વળવા સાથ આપવા લાગ્યા. દૈનિક કાર્યક્રમ - સાધારણ રીતે અમારી પ્રવૃત્તિને પહોંચી વળવા માટે અમે આ પ્રમાણે દૈનિક કાર્યક્રમ રાખ્યો હતો: ૧-પ્રાતઃકાળની ક્રિયાથી નિવૃત્ત થઈ નિયમિત વ્યાખ્યાન કરવું. ૨-આહારપાણીથી નિવૃત્ત થઈ લખવાનું અને વાંચવા વિચારવાનું કરવું. ૩-૩ થી ૫ જુદા જુદા ધર્મવાળાઓ આવે તેમની સાથે જ્ઞાન ચર્ચા કરવી. ૪–સાંજના પ્રતિક્રમણ પછી નવયુવકે અને બીજાઓ જે કોઈ આવે, તેમની સાથે શંકાસમાધાન કરવાં. આ અમારે સાધારણ દૈનિક કાર્યક્રમ હતો. પ્રવૃત્તિના વિભાગ
અમારી પ્રવૃત્તિના મુખ્ય ચાર વિભાગો કરવામાં આવ્યા હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org