________________
મૂર્તિપૂજક સંઘ
[ ર૪૩
સંભાળ રાખે છે, કે જે વાડીઓને ઉપયોગ કેઈના મૃત્યુ વખતે સ્નાન કરવામાં અને જમણવાર કરવામાં થાય છે. “હાલાઈ મહાજનવાડી ને એક હેલ છે, તેનો ઉપયોગ બે ત્રણ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ તરીકે કરવામાં આવે છે. “જૈનહુન્નરશાળા’નું કામ ચલાવવા માટે ઉપરની બન્ને મહાજન વાડીએ” વાપરવા આપે છે, એ ખુશી થવા જેવું છે.
આ સિવાય “નિરાધારસેવામંડળ' નામની એક સાર્વજનિક છતાં જનકાર્યકર્તાઓના હાથ નીચે ચાલતી સંસ્થા છે. ધર્મ કે જાતિના ભેદભાવ વિના નિરાધારને કપડાં અને એવી આવશ્યક વસ્તુઓ સાધનના પ્રમાણમાં આપવાનું કામ આ સંસ્થા કરે છે. માસ્તર મઘાલાલ આ સંસ્થાના સેક્રેટરી છે.
“જન યુવક સંઘ' નામની એક સંસ્થાનું નામ પણ ઉલ્લેખનીય છે. જુના “જન યુવક સંઘને પુનરુદ્ધાર સમજે કે નવો “યુવકસંઘ” સમજે, ગમે તેમ પણ “યુવક સંઘ' નામની એક સંસ્થા યુવકની છે, કે જે સામાજિક કુરૂઢિઓ સામે કઈ કંઈ વખત એકાદ આગેવાનને જેશ આવી જાય તે ઝુંબેસ ઉઠાવે છે. .
જૈન બેંડ ટીમ” આ સંસ્થાએ પણ અજમેરમાં ભરાએલ સ્થાનકવાસી કેન્ફરન્સ વખતે અને સ્થાનિક કઈ કઈ પ્રસંગોએ સુંદર કામ કરી બતાવીને સારી ખ્યાતિ મેળવી હતી. જનસમાજના પ્રસિદ્ધ કાર્યકર્તા ભાઈ ખીમચંદ વોરાની આ ટીમમાં નેતાગીરી હતી. ‘હતી” એટલા માટે કહું છું કે હમણું આ સંસ્થાની “હસ્તી ' જેવું દેખાતું નથી. કાર્યકર્તાઓ તેને પુનઃ સજીવન કરે તો સારું છે.
જેનસમાજના બને છે અથવા સંધના અમુક અમુક કાર્યકર્તાએના હસ્તક ચાલતી સંસ્થાઓને જે થોડો પરિચય થયો છે, તેનો ઉલ્લેખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org