________________
૨૨૬]
મારી સિંધિયાત્રા
ળુઓ આવતા હોય અને સંઘને આવક થતી હોય, સાધારણ રીતે દુકાનેનાં ભાડાં, પજુસણ વિગેરે તહેવારમાં થતી બોલી અને ભંડાર–એ આવકનાં સાધને છે. જુદા જુદા ખર્ચને પહોંચી વળવા આ સાધને કાફી છે. વહીવટ
એક સમય હતો કે જ્યારે અહિંને સંઘ બહુ નાની સંખ્યામાં હતો. તે વખતે સંઘને વહીવટ કાળા ગલાવાળા શેઠ પ્રાગજીભાઈ ખેતાવાળા, શેઠ વસ્તાભાઈ પંચાણુ અને મારવાડી ગૃહસ્થ શેઠ ભગવાનદાસજી વિગેરે ચાર પાંચ ગૃહસ્થ કરતા હતા. સમય પલટાયો. નવયુવકોમાં જાગૃતિ આવી. જની પ્રથાનો વિરોધ થયો અને તેમ થતાં તા. ૫ મી માર્ચ ૧૯૨૨ ના રોજ સંધના અગ્યાર ગૃહસ્થની કામ ચલાઉ વ્યવસ્થાપક કમીટી સંઘે મુકરર કરી અને તે દિવસથી સંઘની મિટીંગની ને વિગેરે રાખવાનું શરુ થયું.
તે પછી તા. ૨૪-૬-૨૩ ના રોજ સંઘે એક ઠરાવ કરીને કેમવાર પ્રતિનિધિઓનું વ્યવસ્થાપક મંડળ, જેમાં ૨ કચ્છી, ૧ મારવાડી, ૧ ગુજરાતી, ૫ હાલાઈ અને ૬ ઝાલાવાડી–એમ ૧૫ ગૃહસ્થ રહે, એવું ઠરાવ્યું. તે પછી તા. ૧૫-૭-૨૩ના દિવસે વ્યવસ્થાપક કમીટીએ ધારા ધોરણ મંજૂર કર્યા અને તા. ૨૯-૭-૨૩ના રોજ આખા સંઘે મળીને એ ધારા ધોરણોને બહાલી આપી. આ પ્રમાણે પદ્ધતિસરના નિયમપૂર્વક સંઘને બધો વહીવટ, વ્યવસ્થાપક કમીટી અને જનરલ કમીટી, જેમાં આખા સંઘનો સમાવેશ થાય છે, દ્વારા ચાલે છે. અત્યારે જે વ્યવસ્થાપક કમીટી' સંઘને વહિવટ કરી રહી છે, તેના સભ્ય આ છે;
શેઠ છોટાલાલ ખેતસી શ્રી. મણીલાલ લહેરાભાઈ મહેતા
ઝાલાવાડી ઝાલાવાડી
પ્રમુખ સેક્રેટરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org